World

ઉત્તર-પશ્ચિમમાંથી ચોમાસુ એક સપ્તાહમાં વિદાય લે તેવી સંભાવના

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
દેશના પશ્ચિમી-ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થયું છે. આગામી 19મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થશે. જોકે, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી છે. કેદારનાથમાં પહાડો પરથી 6500થી વધુ યાત્રાળુઓને SDRF દ્વારા રેસ્ક્યૂ કરાયા. સિયાચીનમાં 18500 ફૂટની ઊંચાઈએથી ભારતીય એરફોર્સે NCCની 4 મહિલા કેડેટ્સને બચાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર-પશ્ચિમમાંથી ચોમાસુ એક સપ્તાહમાં વિદાય લે તેવી સંભાવના
  • કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગની આગાહી
  • કેદારનાથમાં પહાડો પરથી 6500થી વધુ યાત્રાળુને રેસ્ક્યૂ કરાયા, સિયાચિનમાં ૧૮૫૦૦ ફૂટ ઉંચાઇએ ઓપરેશન, મહિલાને બચાવાઇ

નવી દિલ્હી : હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં ફરીથી ચોમાસુ સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. આગામી ૧૯મી સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે, સાઉથવેસ્ટના રાજ્યો જેમ કે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ વગેરેમાંથી ચોમાસુ વિદાય લેશે. જોકે બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. સાથે જ એવી શક્યતાઓ છે કે આગામી પાંચથી છ દિવસમાં ઉત્તર-પશ્ચિમમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરી શકે છે.
હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પંજાબમાં ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. રાજસ્થાનમાં પણ સોમવારે વરસાદ પડયો હતો, સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૧૯મી તારીખથી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે. આ ચોમાસામાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડયો છે. એસડીઆરએફએ સોમવારે હવામાન અનુકુળ થતા કેદારનાથમાં વિવિધ પહાડો પર રોકાયેલા ૬૫૦૦થી વધુ યાત્રાળુઓને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.
રવિવારથી જ કેદારનાથ ધામ પગપાળા માર્ગ ગૌરીકુંડથી લગભગ ૨.૫ કિમી ઉપર ચીરવાસા હેલીપેડની પાસે પહાડો પરથી પથ્થરો પડવાને કારણે ખોરવાયો હતો. ભારતીય એરફોર્સ દ્વારા સિયાચિન પાયનિયર્સ હેલીકોપ્ટર યુનિટે લદ્દાખમાં અંતરીયાળ વિસ્તારોમાં ચાર એનસીસી મહિલા કેડેટ્સને સુરક્ષીત બહાર કાઢી હતી. આ કેડેટ્સ અપરાજિતા ઓલ ઇન્ડિયા એનસીસી મહિલા હાઇ એલ્ટીટયૂડ ટ્રેકિંગ અભિયાનનો હિસ્સો હતી. તે લદ્દાખમાં ટ્રેક દરમિયાન મેડિકલ ઇમર્જન્સીનો શિકાર બની ગઇ હતી. ૧૮૫૦૦ ફૂટની ઉંચાઇ પર તેમને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.