World

મોજતબા પિતાની અંતિમયાત્રામાં નહીં જોડાય ખામેનેઇનું કોફીન હત્યાના સ્થળે લઈ જવાયું

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ઇરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખોમેનીની અંતિમયાત્રામાં 2 કરોડ લોકો જોડાવાની શક્યતા છે. ઇઝરાયેલ-અમેરિકાના હુમલાના ભયે, તહેરાનના ખામેની ગ્રાન્ડ પ્રેયર ગ્રાઉન્ડ ખાતે 4 અને 5 જુલાઈએ અંતિમ પ્રાર્થનાઓ યોજાશે. તેમના પુત્ર મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર અંતિમ વિધિમાં હાજર નહીં રહે. આ માહિતી IRGCએ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોજતબા પિતાની અંતિમયાત્રામાં નહીં જોડાય ખામેનેઇનું કોફીન હત્યાના સ્થળે લઈ જવાયું

ઇઝરાયેલ-અમેરિકાના હુમલાના ભયે
ઇરાનના દિવંગત સર્વોચ્ચ નેતાની અંતિમયાત્રામાં બે કરોડ લોકો જોડાવાની શક્યતા છે તેમ આઈઆરજીસીએ જણાવ્યું છે

તહેરાન : ઇરાનનાં સ્ટેટ મીડીયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખોમેનીનાં નશ્વર દેહને લઈ જનારું કોફીન સૌથી પહેલાં તો તેઓની જ્યાં હત્યા થઈ હતી ત્યાં લઈ જવાશે. ૪ થી ૫ તારીખ સુધી આયાતોલ્લાહના નશ્વર દેહનાં દર્શનાર્થે આશરે બે કરોડ લોકો આવવાની સંભાવના છે. તેમજ લગભગ તેટલી જ સંખ્યાના લોકો આયાતોલ્લાહની અંતિમ યાત્રામાં પણ જોડાશે. તેવી શક્યતા છે. તેમ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે (આઈઆરજીસીએ) જણાવ્યું હતું.
જ્યારે આયાતોલ્લાહના પુત્ર તથા વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ જણાવ્યું હતું કે તેઓ તેમના પિતાની અંતિમ યાત્રામાં જોડાવાના નથી.
ટેલીવિઝન ઉપર આપેલા એક ઇન્ટરવ્યુમાં આઈઆરજીસીના કમાન્ડર બ્રિગેડીયર જનરલ હસન હસનઝાદેહે જણાવ્યું હતું કે જુલાઈ ૪ અને ૫ દરમિયાન અંતિમ સમયની પ્રાર્થનાઓ કરવામાં આવશે. જે તહેરાનના ખામેની ગ્રાન્ડ પ્રેયર ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. એ સ્થળ અત્યારથી જ બંધ રખાયું છે જેથી તે સ્વચ્છ રહી શકે. ત્યાં અંતિમ વિદાય વિધિ કરવામાં આવશે.
આ કોઈ પણ વિધિ દરમ્યાન, આયાતોલ્લાહના પુત્ર અને વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા અલિ ખોમેની ઉપસ્થિત નહીં રહે કારણ કે આ વિધિઓ દરમ્યાન ગમે ત્યારે ગમે ત્યાંથી ઇઝરાયેલ કે અમેરિકાના હુમલા થવાની ભીતિ રહેલી છે. તેમ પણ આઈઆરજીસી એ જણાવ્યું હતું.
આઈઆરજીસીના કમાન્ડરે વધુમાં જણાવ્યું હતું કે દિવંગત નેતાનાં અન્ય કુટુમ્બીજનો માટે આ પ્રાર્થનામાં બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ફરીથી કહ્યું કે સલામતીનાં કારણોસર જ આયાતોલ્લાહના પુત્ર અને વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા હાજર રહેવાની શક્યતા નથી.