World

પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી જાસૂસી સંસ્થા CIA અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ પરમાણુ શસ્ત્રો માટે વધુ આગ્રહી છે. તહેરાને પોતાના મોટાભાગના સેન્ટ્રીફ્યુઝ મધ્ય ઈરાનમાં અત્યંત સુરક્ષિત ભૂગર્ભ સુવિધામાં ખસેડ્યા છે. ઈરાન હવે 90% યુરેનિયમ શુદ્ધિકરણ કરી રહ્યું છે અને પરમાણુ બોમ્બ બનાવવાની નજીક છે. કેટલાક માને છે કે ઈરાન પાસે પહેલાથી જ પરમાણુ બોમ્બ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો
  • ઈરાન ન્યૂક્લિયર બોમ્બ બનાવવાના આરે
  • ન્યૂક્લિયર વેપન અંગે પોતાના પિતા કરતા ઘણા જીદ્દી છે ઈરાને સેન્ટ્રીફ્યુઝનો મોટો ભાગ બેહદ અન્ડર ગ્રાઉન્ડ ફેરવ્યો

તહેરાન : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈનાં મૃત્યુ પછી ઈરાનમાં સત્તા સંભાળનાર તેમના પુત્ર મોજતબા ખામેનેઈ અંગે અમેરિકી જાસૂસી સંસ્થાએ તારણ આપ્યું છે કે મોજતબા ઈરાનને પરમાણું શસ્ત્રથી સજ્જ કરવાના વધુ આગ્રહી છે.
સી.આઈ.એ.નું માનવું છે કે યુદ્ધ શરૂ થયા પછી આગળ આવી ગયેલું કટ્ટરપંથી જૂથ વહેલામાં વહેલી તકે પરમાણુ શસ્ત્ર બનાવવાના મનનું છે.
'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'ના રીપોર્ટ પ્રમાણે દિવંગત નેતા અલિ ખામેનેઈ પરમાણુ શક્તિના વિકાસ ઉપર ભાર મુકતા હતા, પરંતુ એટમ-બોમ્બ બનાવવાના નિર્ણયથી થોડી હીચકિચાહટ. તેમના મનમાં હતી.
બીજી તરફ તેમના પુત્ર મોજતબા તો પહેલેથી જ એ-બોમ્બ બનાવવાના મનના હતા, અને યુદ્ધ શરૂ થયું તે પૂર્વેથી જ તહેરાને પોતાનાં 'સેન્ટ્રી-ફ્યુઝ' (યુરેનિયમ સંવર્ધન કરાતું સંયંત્ર) મધ્ય ઈરાન સ્થિત એક બેહદ મજબૂત અન્ડર ગ્રાઉન્ડ ફેસીલીટીમાં ફેરવી નાખ્યું છે. તેને અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ 'પીકેકસ માઉન્ટન' કહે છે.
બીજી તરફ 'ધી વોલ સ્ટ્રીક જર્નલ'ના રીપોર્ટ અનુસાર જૂન ૨૦૨૫માં નતાંજ, ફોર્ડો અને ઈસ્પરાન સ્થિત ઈરાનનાં મુખ્ય પરમાણુ સાઇકવોટ્રોન્સને સુરક્ષિત સ્થાનોમાં ફેરવવાની કવાયતમાં લાગી ગયું છે.
એક રીપોર્ટ તેવા પણ છે કે ઈરાન હવે યુરેનિયમને ૯૦ ટકા જેટલું શુદ્ધ કરવામાં વ્યસ્ત છે, અને તે દ્વારા ન્યૂક્લિયર બોમ્બ બનાવવાને આરે આવી ગયું છે. કેટલાક તો તેમ પણ માને છે કે ઈરાન પાસે એ-બોમ્બ છે જ. તે તો આ યુદ્ધનું મુખ્ય કારણ છે.