Get The App

મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અફલાતૂન ટ્રેડ ડીલ થવાની છે: ટ્રમ્પ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અફલાતૂન ટ્રેડ ડીલ થવાની છે: ટ્રમ્પ 1 - image

- ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો: ટ્રમ્પ

- આગામી મહિને ભારત-અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ અપાઈ શકે: ગોયલ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે  મને તમારા વડાપ્રધાન ખૂબ જ ગમે છે. હું તેમને પસંદ કરું છું.હાલમાં બંને દેશ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતે દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હતો. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓએ અમારી કંપનીઓ પર જબરદસ્ત ટેરિફ નાખ્યા હતા અને આપણે તેમના પર કશું જ નાખ્યું ન હતુ. આ સપ્તાહે  અમેરિકન પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ માટે વાટાઘાટો કરવા ભારત આવ્યું હતું. બંને વચ્ચે ગુરુવારે વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર પરની વાતચીત ુગુરુવારે પૂરી થઈ હતી. 

ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેપાર મંત્રણા સહયોગ અને સહકારનું ઉદાહરણ છે. બને પક્ષો પારસ્પરિક સ્વીકાર્ય હોય તેવો  દ્વિપક્ષીય કરાર અને આર્થિક સંબંધ કરવા પ્રતિબ્ધ છે. ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હકારાત્મક અને રચનાત્મક વાત થઈ હતી. 

ફેબુ્રઆરીમાં બંને પક્ષો સંમત થયા હતા કે વચગાળાના ટ્રેડ ડીલ પર તેઓ સંયુક્ત માળખુ રચે. તેની સાથે એકબીજાને ફાયદાકારક હોય તેવા વેપારનો માર્ગ મોકળો કરે. આ માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટ થઈ હતી. અમેરિકન પ્રતિનિધિમંડળ આ માટે એકથી ચાર જૂન આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમારી વચ્ચેનો સંવાદ રચનાત્મક અને હકારાત્મક હતો. બંને પક્ષોએ ંવચગાળાના વેપાર અને દ્વિપક્ષીય કરાર અંગેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 

ભારતના વાણિજ્ય અને વેપાર ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા બંને વચગાળાના કરારનો પ્રથમ તબક્કો પૂરો કરવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. આગામી મહિને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. અમેરિકાની ટીમ આ માટે આવી હતી.