World

મીરાબાઈ ચાનુએ ગ્લાસગો CWGમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. વેઈટલિફ્ટિંગની ગોલ્ડન ગર્લ મીરાબાઈ ચાનુએ 48 કિગ્રા વજન વર્ગમાં 190 કિગ્રા વજન ઉંચકીને નવો ગેમ્સ રેકોર્ડ સર્જી ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. આ સાથે રિષિકાન્તા સિંઘે 60 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો, જેનાથી ભારતના કુલ મેડલની સંખ્યા 3 થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

મીરાબાઈ ચાનુએ ગ્લાસગો CWGમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો

ગ્લાસગો : વેઈટલિફ્ટિંગની ગોલ્ડન ગર્લ મીરાબાઈ ચાનુએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મીરાબાઈએ ૪૮ કિગ્રા વજન વર્ગની વેઈટલિફ્ટિંગની ઈવેન્ટમાં કુલ ૧૯૦ કિગ્રા વજન ઉંચકીને નવો ગેમ્સ રેકોર્ડ સર્જતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ભારતના રિષિકાન્તા સિંઘે પુરુષોની ૬૦ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
આ સાથે ગ્લાસગો ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે, જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ નો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે,ભારતને અત્યાર સુધીમાં ત્રણેય મેડલ લિફ્ટિંગમાં જ મળ્યા છે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં આ સાથે ભારતે એક જ દિવસે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા અને ભારતને બંને મેડલ વેઈટલિફ્ટિંગમાં મળ્યા હતા. મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં કારકિર્દીનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે અગાઉ ૨૦૧૮ અને ૨૦૨૨ની ગેમ્સમાં ગોલ્ડ જીતી હતી. જ્યારે ૨૦૧૪માં તેને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે તે અગાઉ રિષિકાન્તા સિંઘે ૬૦ કિગ્રામાં કુલ ૨૬૪ કિગ્રા વજન લિફ્ટ કરતાં બીજું સ્થાન મેળવ્યું હતુ. મલેશિયાના અનિકે ૨૭૩ કિગ્રા વજન લિફ્ટ કરતાં નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નોંધપાત્ર છે કે, ભારતને અગાઉ ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગની હેવિવેઈટ કેેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.