World

મેટાની મુશ્કેલી વધી ! વોટ્સએપ યુઝરનેમ ફિચર પર પ્રતિબંધનો ખતરો, ભારત બાદ હવે આ દેશમાં વિરોધ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર સામે સોમાલિયા દેશે ગંભીર વાંધો ઉઠાવ્યો છે, જેથી મેટાની મુશ્કેલી વધી છે. ભારત સરકાર બાદ હવે સોમાલિયા પણ ચિંતિત છે કે, નંબર વગર ચેટિંગથી ગુનેગારોની ઓળખ મુશ્કેલ બનશે. આ ફીચર પ્રાઈવસી વધારવા માટે છે, પરંતુ સાયબર ફ્રોડનો ડર હોવાથી ભારતે તેના લોન્ચિંગ પર રોક લગાવી છે. મેટાએ 9 જુલાઈ સુધીમાં સરકારને જવાબ આપવાનો રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાની મુશ્કેલી વધી ! વોટ્સએપ યુઝરનેમ ફિચર પર પ્રતિબંધનો ખતરો, ભારત બાદ હવે આ દેશમાં વિરોધ

WhatsApp Username Feature Controversy In Somalia : વોટ્સએપનું નવું યુઝરનેમ ફીચર લોન્ચ થાય તે પહેલાં જ સતત વિવાદોમાં ઘેરાઈ ગયું છે. ભારત સરકાર બાદ હવે સોમાલિયા દેશે પણ આ ફીચર સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે મેટા કંપનીની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.

સોમાલિયાએ પણ વ્યક્ત કરી ગંભીર ચિંતા
ભારત સરકારના વિરોધ બાદ હવે સોમાલિયા દેશે પણ આ ફીચર સામે આકરો વાંધો ઉઠાવ્યો છે. સોમાલિયા સરકારનું કહેવું છે કે, જો વોટ્સએપ પર મોબાઈલ નંબર વગર માત્ર યુઝરનેમથી લોકોનો સંપર્ક કરી શકાશે, તો ગુનેગારોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ બની જશે. તેનાથી તપાસ એજન્સીઓ માટે શંકાસ્પદ એકાઉન્ટ સુધી પહોંચવું પણ અઘરું થઈ શકે છે.

નંબર વગર ચેટિંગ કરવાના ફીચરથી મચ્યો હંગામો
વોટ્સએપના આ નવા ફીચરમાં યુઝર્સ પોતાનું એક યુનિક યુઝરનેમ સેટ કરી શકશે. આ ફીચર સંપૂર્ણ રીતે શરૂ થયા પછી કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર શેર કરવો જરૂરી નહીં રહે. મેટા કંપનીનું કહેવું છે કે, 'આનો હેતુ લોકોની પ્રાઈવસી વધારવાનો છે જેથી દર વખતે મોબાઈલ નંબર આપવો ન પડે.'

સરકારને સાયબર ફ્રોડનો ડર
ભારત સરકારનું માનવું છે કે, જો યુઝર્સના મોબાઈલ નંબર દેખાશે નહીં, તો સાયબર ઠગો તેનો ખોટો ફાયદો ઉઠાવશે. ઠગો કોઈપણ બેંક, સરકારી વિભાગ કે પ્રખ્યાત વ્યક્તિના નામનું નકલી યુઝરનેમ બનાવીને લોકોને આસાનીથી છેતરી શકે છે. આ જ કારણે સરકારે આ ફીચરના લોન્ચિંગ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

મેટાએ સરકાર પાસે માંગ્યો વધુ સમય
આ વિવાદ વચ્ચે મેટા કંપનીએ ભારત સરકારને જવાબ આપવા માટે વધારાનો સમય માંગ્યો છે. સરકારે કંપનીને 3 દિવસની વધુ મહોલત આપી છે. હવે મેટાએ 9 જુલાઈ સુધીમાં સરકારને જણાવવું પડશે કે આ ફીચર કેવી રીતે કામ કરશે અને સાયબર ફ્રોડ રોકવા માટે કંપની પાસે શું પ્લાન છે.

ટેલિગ્રામ અને સિગ્નલ એપ્સ પણ સરકારના રડારમાં
સરકાર માત્ર વોટ્સએપ જ નહીં, પરંતુ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ પર પણ કડક નજર રાખી રહી છે. આ તમામ પ્લેટફોર્મ્સને નોટિસ મોકલીને સરકારે પૂછ્યું છે કે, મોબાઈલ નંબર વગર વાતચીત કરવાના ફીચરમાં યુઝર્સની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે અને અપરાધીઓ સામે કેવી રીતે કાર્યવાહી થઈ શકશે.