World

યુદ્ધ વચ્ચે ટ્રમ્પ-નેતન્યાહૂ સામે નવી મુસીબત, હમાસે માથું ઊંચક્યું, ઈઝરાયલની શરતો માનવા ઇનકાર

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન સાથેના જંગની વચ્ચે ફરી માથું ઊંચકી રહ્યું છે. હમાસના સશસ્ત્ર વિંગના પ્રવક્તા અબુ ઓબૈદાએ રવિવારે ટેલિવિઝન પર આપેલા નિવેદનથી અમેરિકા અને ઈઝરાયેલની ઊંઘ ઉડી ગઈ છે. હમાસની આ ચેતવણીથી ટ્રમ્પ અને નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે. હમાસના મતે હથિયાર હેઠા મૂકવા એ 'ગાઝામાં નર સંહાર' ચાલુ રાખવા જેવું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે ટ્રમ્પ-નેતન્યાહૂ સામે નવી મુસીબત, હમાસે માથું ઊંચક્યું, ઈઝરાયલની શરતો માનવા ઇનકાર

Hamas Resurfaces Amid Iran War : ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન સાથેના જંગની વચ્ચે ફરી માથું ઊંચકી રહ્યું છે. હમાસના સશસ્ત્ર વિંગના પ્રવક્તા અબુ ઓબૈદાએ રવિવારે ટેલિવિઝન પર આપેલા નિવેદનથી અમેરિકા અને ઈઝરાયેલની ઊંઘ ઉડી ગઈ છે. હમાસની આ ચેતવણીથી ટ્રમ્પ અને નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે. હમાસના મતે હથિયાર હેઠા મૂકવા એ 'ગાઝામાં નર સંહાર' ચાલુ રાખવા જેવું છે.

હથિયાર મૂકવાની શરત ફગાવી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં હમાસના નિશસ્ત્રીકરણની (હથિયાર છોડવાની) મુખ્ય શરત હતી. જોકે, અબુ ઓબૈદાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે પાછું નહીં હટે, ત્યાં સુધી હથિયાર મૂકવાની વાત 'અત્યંત ખતરનાક' છે અને તે સ્વીકારવામાં આવશે નહીં.

30 મહિના પછી પણ મજબૂત હોવાનો દાવો

ઓક્ટોબર 2023ના હુમલા બાદ ઈઝરાયલે દાવો કર્યો હતો કે હમાસને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. પરંતુ 30 મહિનાના ભીષણ યુદ્ધ બાદ પણ હમાસ માત્ર જીવતું જ નથી, પરંતુ પોતાની શરતો પર મક્કમ છે. ગાઝાના ટનલ નેટવર્ક (ભૂગર્ભ સુરંગો) માંથી બહાર આવીને હમાસે સાબિત કર્યું છે કે તેમની સૈન્ય ક્ષમતા હજુ પણ કાર્યરત છે.

પાતાળ લોકમાંથી વાપસી

ઈઝરાયલ અને અમેરિકા એવો પ્રચાર કરી રહ્યા હતા કે હમાસ હવે માટીમાં મળી ગયું છે. પરંતુ અબુ ઓબૈદાનું નિવેદન તે પ્રચારને સીધો ફટકો છે. હમાસે મધ્યસ્થી દેશોને જણાવી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલની પૂર્ણ વાપસીની ગેરંટી નહીં મળે, ત્યાં સુધી કોઈ સમજૂતી થશે નહીં.

ગાઝાનો ગુનાહ યાદ અપાવ્યો

ઓક્ટોબર 2023 થી અત્યાર સુધીમાં ગાઝામાં 72,000 થી વધુ લોકોના મોત થયા છે અને 1,72,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. અબુ ઓબૈદાએ ઈઝરાયેલ પર 'નર સંહાર' ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો અને ઈરાન, હિઝબુલ્લાહ તથા હૂતી વિદ્રોહીઓના સમર્થનની પણ પ્રશંસા કરી.

ટ્રમ્પ યોજના માટે મોટો પડકાર

ટ્રમ્પ પ્રશાસનની ગાઝા યોજનાનો સૌથી મહત્વનો હિસ્સો હમાસનું નિશસ્ત્રીકરણ છે. હમાસના આ કડક વલણે હવે ટ્રમ્પની આ યોજના સામે સીધો પડકાર ઊભો કર્યો છે, જે મધ્યસ્થી દેશો (ખાસ કરીને અમેરિકા અને કતાર) માટે નવી મુસીબત બની શકે છે.