World

9મી મે : રશિયાએ વિક્ટરી ડે ઉજવ્યો આ દિવસે તે સમયનાં સોવિયેત સંઘે નાઝી જર્મની પર વિજય મેળવ્યો હતો

By GS Team
9 May 20261 min read
9મી મે : રશિયાએ વિક્ટરી ડે ઉજવ્યો આ દિવસે તે સમયનાં સોવિયેત સંઘે નાઝી જર્મની પર વિજય મેળવ્યો હતો

- આજના દિવસથી ત્રણ દિવસ (9, 10, 11) સુધી યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ જાહેર, જો કે 4 વર્ષથી ચાલતાં યુક્રેન યુદ્ધને લીધે વિક્ટરી ડે પરેડ પ્રમાણમાં મંદ રહી

મોસ્કો : આજે રશિયાએ વિક્ટરી ડેની ઉજવણી કરી હતી. દ્વિતીય યુદ્ધ દરમિયાન આ દિવસે ૯મીમેના દિવસે તે સમયનાં અખંડ સોવિયેત સંઘનાં સૈન્યે નાઝી જર્મની ઉપર વિજય મેળવ્યો હતો. ૧૯૪૫ના ૯મી મેએ સોવિયેત સંઘે પૂર્વ જર્મનીમાંથી આગળ વધી ટયુટોનિક રેસના (જર્મનીમાં) મુખ્ય મથક બર્લિન પર કબ્જો જમાવ્યો, પરંતુ તે પહેલાં તો જર્મનીના ક્રૂર સરમુખત્યાર એડોલ્ફ હીટલરનાં સૈન્યને પરાસ્ત કર્યું હતું. જો કે આ વખતે યુક્રેન યુદ્ધને લીધે ભારે આર્થિક ખેંચ ઉભી થવાથી આજની વિક્ટરી ડે પરેડમાં કેમ્બ્લીન સામેના રેડ સ્કેવરમાં આધુનિક તોપો, ટેન્કો, કે આધુનિક સેનાકીય સાધનોની સંખ્યા ઘણી જ સીમિત રહી હતી. તેટલું જ નહીં પરંતુ પરેડમાં સૈનિકોની સંખ્યા પણ ઘણી ઓછી રહી હતી. તેમજ ફાયટર જેટ્સ આકાશી કરતબો પણ મર્યાદિત રહ્યાં હતાં. આ ઉપરાંત રશિયાએ આજના દિવસથી શરૂ થતો ત્રણ દિવસનો (તા.૯,૧૦,૧૧) યુદ્ધ વિરામ જાહેર કર્યો છે.