માર્ક ઝુકરબર્ગની મુશ્કેલીઓ વધી! બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા બદલ મેટા સામે રૂ.120 લાખ કરોડની પેનલ્ટીની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Social Media Addiction Lawsuit : ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાને 120 લાખ કરોડની પેનલ્ટી આપવી પડે તેવો ઘાટ સર્જાયો છે. અમેરિકાના ચાર રાજ્યોએ કંપની વિરુદ્ધ એવી પેનલ્ટીની માંગ કરી છે, જે ટેક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની સૌથી મોટી રકમ માનવામાં આવી રહી છે. આ રકમ આશરે 1.4 ટ્રિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં આની કિંમત લગભગ 120 લાખ કરોડ રૂપિયા થાય છે. આ રકમ મેટાની કુલ માર્કેટ વેલ્યૂની પણ નજીક છે. રસપ્રદ વાત એ છે કે, મેટાનું માર્કેટ કેપ જ 1.5 ટ્રિલિયન ડોલરનું છે, અને પેનલ્ટી 1.4 ટ્રિલિયન ડોલરની લાગી છે.
મેટા પર બાળકોને એડિક્ટ બનાવવાનો આરોપ
મામલો એ વાતનો નથી કે, કોઈ યુઝરનું એકાઉન્ટ હેક થઈ ગયું કે, ડેટા લીક થઈ ગયો. આરોપ તેનાથી પણ મોટો છે. અમેરિકી રાજ્યોનું કહેવું છે કે, મેટા (Meta)એ ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) ને જાણીજોઈને એ રીતે ડિઝાઇન કર્યા કે, બાળકો અને ટીનેજર્સ આ એપ્સના આદિ બની જાય. સાથે જ કંપનીએ લોકોને એ ભરોસો અપાવ્યો કે, તેના પ્લેટફોર્મ સેફ છે, જ્યારે અંદરખાને તેને આ ખતરાની જાણકારી હતી. આ મામલો હવે ઓગસ્ટમાં કેલિફોર્નિયાની એક ફેડરલ કોર્ટમાં સાંભળવામાં આવશે. હાલ કેલિફોર્નિયા, કોલોરાડો, કંટકી અને ન્યૂ જર્સી આ કેસમાં સામેલ છે. આ સિવાય 14 બીજા રાજ્યોએ પણ મેટા વિરુદ્ધ અલગ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
રાજ્યોનું કહેવું છે કે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ઘણા ફીચર બાળકોને વધારે સમય સુધી સ્ક્રીન પર રોકવા માટે બનાવવામાં આવ્યા. આમાં સતત સ્ક્રોલ થતી ફીડ, નોટિફિકેશન, લાઈક સિસ્ટમ, રિકમેન્ડેશન એલ્ગોરિધમ અને બીજા એન્ગેજમેન્ટ ફીચર સામેલ છે.
બાળકોને ડિપ્રેશન અને ઊંઘની સમસ્યા થઈ રહી છે: આરોપ
મેટા પર આરોપ છે કે, આના કારણે ઘણા બાળકોમાં ચિંતા, ડિપ્રેશન, ઊંઘની સમસ્યા અને સોશિયલ મીડિયાની લત જેવી પરેશાનીઓ વધી છે. મેટાએ આ આરોપોને ફગાવી દીધા છે. કંપનીનું કહેવું છે કે, સોશિયલ મીડિયા એડિક્શન કોઈ સત્તાવાર માનસિક બીમારી નથી. તેથી એ કહેવું ખોટું છે કે, કંપનીએ લોકોને જાણીજોઈને આની લત લગાડી.
ભારત સરકારે પણ મોકલી છે મેટાને નોટિસ
એક અલગ મામલામાં ભારત સરકારે મેટાને ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા કથિત ચાઇલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટ પર નોટિસ મોકલી છે. નોટિસ પછી હજુ સુધી કંપની તરફથી કોઈ યોગ્ય જવાબ આવ્યો નથી.
મેટાએ શું કહ્યું?
મેટાનું એ પણ કહેવું છે કે, તેણે યુવાઓની સેફ્ટી માટે ઘણા ફીચર એડ કર્યા છે, અને રાજ્યો તરફથી માંગવામાં આવેલી 1.4 ટ્રિલિયન ડોલરની પેનલ્ટીનો કોઈ મજબૂત આધાર નથી. નોંધનીય છે કે, આ પહેલીવાર નથી, જ્યારે મેટા આવા આરોપોનો સામનો કરી રહી છે. આ પહેલા પણ અમેરિકામાં હજારો પરિવારો, સ્કૂલ અને ઘણા રાજ્યો મેટા, ટિકટોક, યુટ્યુબ અને સ્નેપચેટ જેવી કંપનીઓ વિરુદ્ધ કોર્ટ પહોંચી ચૂક્યા છે. તેમનો આરોપ છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સને પ્લેટફોર્મ પર વધારે સમય સુધી રોકવા માટે એવા ફીચર બનાવ્યા, જેની અસર બાળકોની માનસિક સ્થિતિ પર પડી.
પહેલા પણ લાગ્યા છે આરોપ અને પેનલ્ટી
થોડા મહિના પહેલા ન્યૂ મેક્સિકોમાં પણ મેટા વિરુદ્ધ એક મોટો નિર્ણય આવ્યો હતો, જ્યાં જ્યુરીએ કંપની પર 375 મિલિયન ડોલરની પેનલ્ટી લગાવી હતી. જ્યારે એક બીજા મામલામાં મેટા અને યુટ્યુબને એક યુવા યુઝરને થયેલા નુકસાન માટે જવાબદાર માનવામાં આવ્યા હતા. આ મામલાઓએ અમેરિકામાં સોશિયલ મીડિયા કંપનીઓ પર વધતા કાયદાકીય દબાણને વધુ તેજ કરી દીધો છે. જો ઓગસ્ટમાં થનારા આ ટ્રાયલમાં અદાલત રાજ્યોના પક્ષમાં નિર્ણય આપે છે, તો આ માત્ર મેટા માટે જ નહીં, પરંતુ પૂરી ટેક ઇન્ડસ્ટ્રી માટે એક મોટો વણાંક સાબિત થઈ શકે છે. આ પછી બીજી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્યવાહી તેજ થઈ શકે છે. સાથે જ કંપનીઓને પોતાના પ્લેટફોર્મના ડિઝાઇન અને બાળકોની સુરક્ષાથી જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર કરવા પડી શકે છે.









