World

કોંગોમાં મોટી દુર્ઘટના, લેક કિવુમાં 50થી વધુ લોકોને લઈ જતી હોડી પલટી; 12નાં મોત, અનેક લાપતા

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
પૂર્વ કાંગોના લેક કિવુમાં વેપારીઓને લઈ જતી બોટ પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કિવુ પ્રાંતના ઇદજ્વી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. 50થી વધુ લોકો સવાર હતા, જેમાંથી આશરે 15ને બચાવાયા છે. ઘણા લોકો હજુ લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાહત કાર્ય ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગોમાં મોટી દુર્ઘટના, લેક કિવુમાં 50થી વધુ લોકોને લઈ જતી હોડી પલટી; 12નાં મોત, અનેક લાપતા

Congo Boat Accident : પૂર્વ કાંગોમાં લેક કિવુ (કિવુ તળાવ) ખાતે વેપારીઓને લઈને જઈ રહેલી એક બોટ પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે મોટી સંખ્યામાં મુસાફરો હજુ પણ લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી છે.

બોટમાં 50થી વધુ લોકો સવાર હતા

કિસ્કેહે ગામના વડા ફેલિક્સ હાબિરાગીના જણાવ્યા મુજબ, બોટમાં 50થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત દક્ષિણ કિવુ પ્રાંતના ઇદજ્વી વિસ્તારમાં બન્યો હતો. ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આશરે 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ

બોટ કયા કારણોસર પલટી ગઈ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી અને તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. લેક કિવુમાં આ પહેલાં પણ આવી બોટ દુર્ઘટનાઓ સામે આવતી રહી છે, જેમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા અને સુરક્ષા વ્યવસ્થાના અભાવ જેવા પ્રશ્નો વારંવાર સામે આવતા રહ્યા છે.