Get The App

યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
Lufthansa flight Cancellations


(IMAGE - IANS)

Lufthansa flight Cancellations: ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સા(Lufthansa) એ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. 

આર્થિક નુકસાન ઘટાડવા 20,000 ફ્લાઇટ્સ રદ

કંપનીના જણાવ્યા અનુસાર, આ આર્થિક રીતે નુકસાનકારક ફ્લાઇટ્સ બંધ કરવાથી લગભગ 40,000 ટન ઇંધણની બચત થશે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ કંપનીએ તેની પ્રાદેશિક યુનિટ 'સિટીલાઇન' બંધ કરવાની અને વધુ ઇંધણ વાપરતા 27 જૂના વિમાનોને સેવામાંથી હટાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ

વર્ષ 2030 સુધીમાં 4,000 વહીવટી કર્મચારીઓની થશે છટણી

વૈશ્વિક સ્તરે એરલાઇન ઉદ્યોગ હાલમાં સંકટનો સામનો કરી રહ્યો છે, પરંતુ લુફ્થાન્સાએ લીધેલા આ પગલાં અત્યાર સુધીના સૌથી કડક માનવામાં આવે છે. કંપની માત્ર મોંઘા ઇંધણ જ નહીં, પરંતુ પાઇલટ અને કેબિન ક્રૂની હડતાલનો પણ સામનો કરી રહી છે. મે મહિના માટે અત્યાર સુધીમાં વિશ્વની ટોચની 20માંથી 19 એરલાઇન્સે ફ્લાઇટ્સમાં કાપ મૂક્યો છે. આ સ્થિતિને જોતા લુફ્થાન્સા વર્ષ 2030 સુધીમાં 4,000 વહીવટી નોકરીઓમાં કાપ મૂકીને નફાકારકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી કરીને ઓછા ખર્ચવાળી પોતાની અન્ય એરલાઇન્સ દ્વારા સેવાઓ ચાલુ રાખી શકાય.

યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ 2 - image