- શિક્ષણ, સંસ્કૃતિ, સંપર્ક સરળતા, સલામતી નાઇટ લાઇફ જેવાં માપદંડો દ્વારા રીઝોનન્સ કન્સલટન્સીએ અહેવાલ તૈયાર કરી શહેરોને ક્રમ આપ્યો છે
નવી દીલ્હી : રેઝોનન્સ કન્સલ્ટન્સી નામક એક સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ જેટલાં શહેરોનો અભ્યાસ કરી તે પૈકી ૧૦૦ શહેરો જુદાં તારવી તે શહેરોની વસવાટ યોગ્યતા પરથી તેને ક્રમાંકિત કર્યા છે. તે માટે એ સંખ્યાએ શિક્ષણ સંસ્કૃતિ, સંપર્ક સરળતા સલામતી અને નાઇટ લાઇફ સુદ્ધાંત આવરી લીધાં છે અને ઉપરથી વર્લ્ડઝ બેસ્ટ સીટીઝ રીપોર્ટ ફોર ૨૦૨૬ તૈયાર કર્યો છે.
આ સંસ્થાએ દુનિયાનાં ૨૭૦ શહેરોમાં તેના શ્રેષ્ઠ કર્મચારીઓને મોકલી રીપોર્ટ તૈયાર કરવા જણાવી દીધું હતું. તેઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પાટનગરોનું પાટનગર તરીકે ઓળખાતું લંડન વસવા માટે શ્રેષ્ઠ શહેર છે. તે પછી બીજા ક્રમે ન્યૂયોર્ક આવે છે. પેરિસ ત્રીજા ક્રમે ટોક્યો ૪થા ક્રમે અને માડ્રીક પાંચમા તથા સ્પેનનું અને સિંગાપુર છઠ્ઠા ક્રમે રહેલાં છે. રોમનો ક્રમ ૭મો છે દુબઈ ૮મું છે. પશ્ચિમ એશિયામાં સતત અશાંતિ પ્રસરી રહી હોવા છતાં દુબઇ તે લિસ્ટમાં સ્થાન પામ્યું છે.


