Get The App

LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો, લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો 1 - image

Press TV


Middle East Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. એકતરફ દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય મોરચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. 

Middle East Updates LIVE: 

યુએઈએ પણ યુદ્ધમાં જીતનો કર્યો દાવો 

અમેરિકા અને ઈરાન વચ્ચેના બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પોતાની જીતની જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશે અત્યંત મુશ્કેલ સમયમાં પોતાની સાર્વભૌમત્વ અને ગૌરવનું રક્ષણ કર્યું છે. યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગાશે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, દેશે 2000 થી વધુ ડ્રોન અને 500 થી વધુ બેલેસ્ટિક મિસાઇલોના હુમલાઓ વચ્ચે અભૂતપૂર્વ રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી દ્વારા વિજય મેળવ્યો છે, જોકે આ યુદ્ધમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં અબુ ધાબીના હબશાન ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવા છતાં, યુએઈએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે પ્રાદેશિક સ્થિતિને વધુ મજબૂતાઈથી સંભાળવા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પોતાના હિતોની રક્ષા કરવા સજ્જ છે.

LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો 2 - image

હોર્મુઝમાં 'નવો રસ્તો', જૂના માર્ગે જોખમ

ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને સત્તાવાર રીતે ખોલી દીધી છે, પરંતુ વ્યાપારી જહાજો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. ઈરાનનું કહેવું છે કે મુખ્ય માર્ગમાં 'સી-માઈન્સ' (દરિયાઈ સુરંગો)નું જોખમ હોવાથી સુરક્ષાના હેતુથી રસ્તો બદલવામાં આવ્યો છે. હવે તમામ જહાજોએ ઈરાની નૌસેનાના માર્ગદર્શન હેઠળ જ પસાર થવું પડશે.

LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો 3 - image

ડોનાલ્ડ ટ્રમ્પનો NATO પર ગંભીર આક્ષેપ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા NATO દેશોની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, "જ્યારે અમને જરૂર હતી ત્યારે NATO ક્યાંય નહોતું." તેમણે ગ્રીનલેન્ડનો ઉલ્લેખ કરીને યુરોપિયન સહયોગીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો 4 - image

ઇઝરાયલમાં આંતરિક વિરોધ અને લેબેનોન પર હુમલા

ઇઝરાયલના વિપક્ષી નેતા યાયર લેપિડે આ યુદ્ધવિરામને 'રાજકીય આપત્તિ' ગણાવી નેતન્યાહૂ સરકાર પર પ્રહારો કર્યા છે. દરમિયાન, સીઝફાયર છતાં લેબેનોનના બેરૂતમાં રહેણાંક ઈમારતો પર ઇઝરાયલના બે નવા હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે, જેમાં જાનહાનિની આશંકા છે.


અમેરિકામાં બદલાતું જનમત

એક તાજા સર્વે (Pew Research) મુજબ, 60% અમેરિકન નાગરિકો હવે ઇઝરાયલ પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે. યુદ્ધને કારણે સામાન્ય જનતામાં ઇઝરાયલ પ્રત્યેનો ટેકો ઘટતો જોવા મળી રહ્યો છે.

LIVE: UAE એ પણ યુદ્ધમાં જીતનો દાવો કર્યો,  લેબેનોનમાં ઈઝરાયલની ફરી એર સ્ટ્રાઈક, ઈરાને હોર્મુઝમાં નવો રસ્તો બનાવ્યો 5 - image