તોઈબાના આતંકી હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ'ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LeT Founder Amir Hamza Shot in Lahore : પાકિસ્તાનમાં ફરી એકવાર 'અજ્ઞાત બંદૂકધારી' સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે લશ્કર-એ-તોઈબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના નજીકના ગણાતા આતંકી અમીર હમઝા પર જીવલેણ હુમલો થયો છે.
સ્થિતિ અત્યંત નાજુક
લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, ગોળીબારની આ ઘટનામાં અમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી.
કોણ છે અમીર હમઝા?
અમીર હમઝા લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંનો એક છે અને તે આતંકી હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો સાથી માનવામાં આવે છે. હમઝા ભારત વિરુદ્ધ અનેક આતંકી કાવતરાંઓ અને મોટા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. ભારત સરકારે લાંબા સમયથી તેને વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે.
ફરી સક્રિય થયો 'અજ્ઞાત ગનમેન'?
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અનેક આતંકીઓ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બની ચૂક્યા છે. આ તાજા હુમલા બાદ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા આતંકીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તે હજુ રહસ્ય બનેલું છે.








