World

ચીનમાં ભુસ્ખલન : કાટમાળ નીચે દબાવાથી 20 મોત, 331 ઘાયલ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
ચીનમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા, વરસાદ અને ભૂસ્ખલનથી 20 લોકોના મોત થયા છે, જ્યારે 331 લોકો ઘાયલ થયા છે. ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂસ્ખલનથી પાંચના મોત થયા. રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીડિતોને રાહત અને ઘાયલોની સારવાર માટે હાકલ કરી છે. હુબેઇ અને ગુઆગ્શી જુઆંગમાં પણ ભારે નુકસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં ભુસ્ખલન : કાટમાળ નીચે દબાવાથી 20 મોત, 331 ઘાયલ

ઉત્તર પશ્ચિમ ચીનમાં વાવાઝોડા-વરસાદનો કેર
પીડિતોને રાહત અને ઘાયલોની સારવાર માટે જિનપિંગની હાકલ

બેઇજીંગ: ચીનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આવેલા વાવાઝોડા,વરસાદ અને ભૂસ્ખલનના પગલે ૨૦ લોકોના મોત થયા છે જ્યારે ૩૩૧ લોકો ઇજાગ્રસ્ત બન્યાં છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરથી ગ્રસ્ત લોકોને રાહત અને ઘાયલોને સારવાર માટે તમામ પ્રયાસો કરવા હાકલ કરી હોવાનું શિન્હુઆ સમાચાર એજન્સીએ જણાવ્યું છે.
શિન્હુઆએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતના એક ટાઉનશીપમાં ભૂસ્ખલન થવાથી પાંચ લોકોના મોત થયા હતાં.
બચાવ ટીમે જણાવ્યું હતું કે કાટમાળ નીચે કુલ ૩૩ લોકો દટાયા હતાં જેમાંથી ૨૧ લોકોને બહાર કઢાયા હતાં તેમાંથી પાંચ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતાં. ૧૨ લોકો ગુમ છે તેની શોધખોળ ચાલી રહી છે.
દરમિયાન સોમવારે રાત્રે હુબેઇ પ્રાંતના પૂર્વ ભાગમાં ભારે વાવાઝોડુ ત્રાટક્યું હતું જેમા ૧૧ લોકો માર્યા ગયા છે અને એક વ્યક્તિ લાપત્તા બન્યાં છે.તેમ પ્રાંતની ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું. ખરાબ હવામાનના કારણે ત્રણ વિસ્તારમા ૩૩૧ લોકો ને ઇજા પહોચી છે.૪૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.ખરાબ હવામાનથી ૨૨ ઇમારત નષ્ટ પામી છે જ્યારે ૪,૮૫૫ ઇમારતોને નુકશાન થયું છે. અન્ય એક ઘટનામાં દક્ષિણ ચીનના ગુઆગ્શી જુઆંગ ની રાજધાની નાનનિંગના કેટલાક ભાગમાં રેકોર્ડ બ્રેક વરસાદ અને ત્યાર બાદ પૂૂરના પગલે ચાર લોકોના મોત થયા છે અને આઠ લોકો લાપત્તા બન્યાં છે.ટાયકુન માયસાકના કારણે મુશળધાર વરસાદથી ૯૩,૦૦૦ લોકો પ્રભાવીત થયા છે અને ૫૪,૪૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.