રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા પુત્રનું કર્યું હતું એન્કાઉન્ટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rehman Dakait Son Jibran Arrested : પાકિસ્તાનના કરાચીમાં ગેંગસ્ટર રહેમાન ડકૈતના પુત્રની પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે. લ્યારીના ખૂંખાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા આ નામે ફરી એકવાર ચર્ચાઓ જગાવી છે, કારણ કે તેના પુત્ર જિબ્રાનની ગેરકાયદે પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, ઝીબ્રાન રીઢો ગુનેગાર છે, જે વારંવાર જેલમાં જઈ ચૂક્યો છે અને અત્યારે પણ તે જ રસ્તે ચાલી રહ્યો હતો.
આ ઘટના સોમવારે બની હતી, જ્યારે કલાકોટ પોલીસે જિબ્રાનને ઝડપી લીધો હતો. તેની પાસેથી એક ગેરકાયદે પિસ્તોલ મળી આવી છે. પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યું કે જિબ્રાન અબ્દુલ રહેમાન ઉર્ફે રહેમાન ડકૈતનો પુત્ર છે અને તે લાંબા સમયથી અપરાધની દુનિયામાં સક્રિય છે.
જિબ્રાન રીઢો ગુનેગાર છે
કલાકોટ પોલીસ સ્ટેશનની પોલીસે એક વિશેષ ઓપરેશનમાં જિબ્રાનને કલાકોટ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેના કબજામાંથી એક ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. જેને પોલીસે જપ્ત કરી લીધી છે. કેટલાક અહેવાલોમાં બે પિસ્તોલ અને કારતૂસ હોવાનો પણ ઉલ્લેખ છે, પરંતુ સત્તાવાર નિવેદનમાં એક પિસ્તોલની વાત કરવામાં આવી છે. પોલીસે તેને "રીઢો ગુનેગાર" જાહેર કર્યો છે. જેનો અર્થ છે કે તેની અગાઉ પણ અનેક વખત ધરપકડ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન પોલીસે રહેમાન ડકૈતના મોટા દીકરાનું એન્કાઉન્ટર કર્યું હતું.
જિબ્રાનનો ગુનાઇત ઇતિહાસ
જિબ્રાન વિરુદ્ધ લ્યારીના કલાકોટ પોલીસ સ્ટેશનમાં 2023 અને 2024 વચ્ચે બે FIR નોંધાયેલી છે. પોલીસનો દાવો છે કે, તે ડ્રગ્સની તસ્કરી, ખંડણી માટે અપહરણ જેવા ગંભીર કેસોમાં સંડોવાયેલો રહ્યો છે. લ્યારીમાં ગુનેગારોની એક ટોળકી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ તે તેની પ્રવૃતિ છોડી નહોતી. જેના કારણે પોલીસે સતત તેના પર નજર રાખી હતી અને આ કાર્યવાહી કરી છે.
રહેમાન ડકૈતનો ભયાનક ભૂતકાળ
રહેમાન ડકૈત લ્યારીના 'ગેંગ વોર'નું મોટું નામ હતું. તે 80 થી વધુ ગુનાઇત કેસોમાં સામેલ હતો અને લ્યારી ગેંગ વોરનું કેન્દ્ર રહ્યો હતો. 2009 માં કરાચી પોલીસે તેને અને તેના ત્રણ સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. રહેમાન ડકૈતના મૃત્યુ પછી પણ તેના પરિવાર સાથે જોડાયેલા સભ્યો ગુનાખોરીની દુનિયામાં સક્રિય રહ્યા હતા. 2024 માં તેના એક પુત્રને પણ કથિત એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી








