એશિયામાં 1 એપ્રિલથી ઓઇલ નહીં પહોંચે... જે.પી. મોર્ગનનો દાવો, જાણો ભારત પર શું અસર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

J P Morgan map on oil : વૈશ્વિક અર્થતંત્ર પર અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક જે.પી. મોર્ગને(JP Morgan) એક ચોંકાવનારો નકશો અને 'ડેડલાઇન' જાહેર કરી છે, જે મુજબ પર્શિયન ગલ્ફમાંથી ઓઇલનો પુરવઠો મળવો લગભગ બંધ થઈ જશે. હોર્મુઝ સ્ટ્રેટ પર સર્જાયેલા યુદ્ધના બ્લોકેજને કારણે એશિયામાં 1લી એપ્રિલથી જ ઓઇલ સપ્લાય ખોરવાઈ જશે તેવો દાવો કરાયો છે.
શું છે જે.પી. મોર્ગનનું 'ફ્યુઅલ કાઉન્ટડાઉન'?
જે.પી. મોર્ગનના કોમોડિટી રિસર્ચ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટએ વિશ્વનો સૌથી મહત્ત્વનો તેલ માર્ગ છે. અહીંથી તેલની અવરજવર બંધ થતાં વિવિધ ખંડોમાં ઓઇલ પહોંચતું અટકી જશે.
એશિયા(ભારત, ચીન, જાપાન): 1લી એપ્રિલથી જ ઓઇલ સપ્લાય અટકી ગયાનો દાવો
યુરોપ: 10 એપ્રિલ સુધીમાં જથ્થો ખૂટવા લાગશે.
ઉત્તર અમેરિકા: 15 એપ્રિલ સુધીમાં સંકટ ઘેરું બનશે.
ઓસ્ટ્રેલિયા: 20 એપ્રિલની અંતિમ તારીખ આપવામાં આવી છે.
ભારત પર આની શું અસર થશે?
ભારત તેની જરૂરિયાતનું 80%થી વધુ ઓઇલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. જો આ સપ્લાય લાંબો સમય બંધ રહે તો:
1. મોંઘવારીમાં તોતિંગ ઉછાળો: પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં દૂધ, શાકભાજી અને અનાજ જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં સીધો ઉછાળો આવશે.
2. સ્ટોક પર દબાણ: ભારત પાસે તેના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ(SPR)માં અંદાજે 9થી 10 દિવસનો વધારાનો ઓઇલનો જથ્થો હોય છે. જો 15-20 દિવસ સુધી નવો પુરવઠો ન આવે તો દેશમાં ઇંધણની ભારે અછત સર્જાઈ શકે છે.
3. ઉદ્યોગો પર અસર: મેન્યુફેક્ચરિંગ, એવિએશન(વિમાન સેવા) અને લોજિસ્ટિક્સ સેક્ટર સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે બલિનો બકરો બનશે આ નાનકડો દેશ? ટ્રમ્પે આપી મોટી ધમકી
નિષ્ણાતોનું શું કહેવું છે?
જો કે, જે.પી. મોર્ગનના આ ચાર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ તારીખો 'ઓઇલ પહોંચતું અટકવાની' છે, 'ઓઇલ ખૂટી જવાની' નથી. દરેક દેશ પાસે પોતાનો અનામત જથ્થો(Stockpiles) હોય છે જે થોડો સમય બફર તરીકે કામ કરે છે. પરંતુ, જો હોર્મુઝ સ્ટ્રેટ 2 અઠવાડિયાથી વધુ સમય બંધ રહે, તો વિશ્વમાં 1970ના દાયકા જેવી મોટી ઊર્જા કટોકટી સર્જાઈ શકે છે.









