''જેહાદ અને જંગ' : અન્ય કોઈ માર્ગ નથી'' ખામેનેઇ હીઝબુલ્લાહની પીઠ થાબડે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇઝરાયેલના આક્રમણ સામે ખડકની જેમ અડગ ઉભા રહેવા બદલ ખામેનીઇએ લખ્યું : 'દુનિયા યુ.એસ. અને ઝાયોનિસ્ટની ગુંડાગીરીથી તંગ આવી છે માટે લડત સિવાય અન્ય ઉપાય નથી'
તહેરાન : ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ ઇઝરાયેલના આક્રમણ સામે સતત લડત આપવા રહેવા માટે હીઝબુલ્લાહની ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લેબેનોનનું આ સશસ્ત્ર જૂથ વિશ્વભરા પદદલિતો માટે મુક્તિમાં સીમાચિહ્ન બની રહેશે.
'ઠ' પોસ્ટ પર આપેલા સંદેશામાં હીઝબુલ્લાહના મહામંત્રી નઇમ કાસીમે લખેલા પત્રનો જવાબ આપતાં તેઓએ તે જૂથની ખડકની જેમ અડગ રહેવાની તાકાતની ભરપૂર સરાહના કરી હતી. સાથે ઇઝરાયેલ અને તેના સાથીઓનાં આક્રમણને વખોડી કાઢ્યું હતું.
'ઠ' પોસ્ટ ઉપર પાઠવેલા સંદેશામાં તેઓએ વધુમાં એમ લખ્યું દુનિયા યુએસ અને ઝાયોનિસ્ટ (ઇઝરાયલ)ની ગુંડાગીરીથી તંગ આવી ગઈ છે. તેઓ જીવનનો નાશ કરનારા છે. પેઢીઓને સાફ કરનારા છે માટે એેમનો સામનો કરવો અનિવાર્ય છે તે માટે જીહાદ અને જંગ સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી.
તેઓએ વધુમાં લખ્યું, હીઝબુલ્લાહનો આ સંગ્રામ દુનિયાના પદદલિતો માટે ઉત્સાહપ્રેરક બની રહ્યો છે. તેઓનો આ સંગ્રામના મૂળ ઇસ્લામ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં રહેલા છે. તેમજ ઇમામ ખામેનેઇની તથા જન્નતનશીન સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈ અને 'ઇસ્લામિક રીપબ્લિક ઑફ ઇરાન' કચડાયેલાઓના રક્ષક તરીકે ઉભા રહ્યા છે. તે જ તેનો રણનૈતિક સિદ્ધાંત છે. આ સાથે ખામેનેઈએ લખ્યું : 'ઠોકી બેસાડાયેલા યુદ્ધ અંગે કોઈ પણ કરારનો આ સાથે અંત આવ્યો છે.'









