જાપાનની ઉત્તરે આવેલા કુરિબ-દ્વિપ સમૂહ અંગે જાપાનને રશિયા સાથે 81 વર્ષથી વિવાદ ચાલે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ૧૯૪૫માં સ્ટાલિને તે દ્વિપ સમૂહ કબજે કર્યો હતો
- પ્રમુખ પુતિન પહેલીજવાર રશિયાની તદ્દન પૂર્વે આવેલા કુરિબ-દ્વિપ સમૂહની મુલાકાતે જતાં જાપાન નારાજ
નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન ગુરૂવાર ૧૩મી ઓગસ્ટે રશિયાની તદ્દન પૂર્વમાં રહેલા કુરિબ-દ્વિપ સમુહે પહોંચ્યા આથી જાપાન નારાજ થઇ ગયું છે અને રશિયા સામે વિરોધ નોંધાવ્યો છે. જાપાન કહે છે કે તે દ્વિપ સમુહ મૂળભુત રીતે તો અમારો જ હતો. પરંતુ ૮૧ વર્ષ પૂર્વે તે સમયનાં અખંડ સોવિયેત સંઘના સરમુખત્યાર જોસેફ સ્ટેલિને ૧૯૪૫ના અંતમાં જ્યારે દ્વિતિય વિશ્વયુદ્ધ પણ પુરુ થવામાં હતું ત્યારે આ ટાપુઓ ઉપર કબજો જમાવી દીધો હતો.
ક્રેમ્લીને એક વીડીયો પ્રસિધ્ધ કર્યો છે તેમાં દર્શાવાયું છે કે પુતિન ત્યાં ફીશ - પ્રોસેશિંગ પ્લાન્ટની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓને કૈવિયાર આપવામાં આવ્યું. એ માછલીઓનાં ઇંડામાંથી બનાવેલી ખાસ ડીશ છે.
કુરિબ-દ્વિપ સમુહ જતાં પૂર્વે પુતિન સલખાલિન ટાપુ ઉપર ગયા હતા. આ પૂર્વના વિસ્તારમાં રશિયન પ્રમુખ પુતિન પહેલી જ વાર મુલાકાતે પહોંચ્યા છે. અહીં રશિયાનું મહત્વનું નૌકા મથક છે. તે રશિયાની પૂર્વ સીમાને સુરક્ષિત રાખવા સ્થપાયું છે.
વાસ્તવમાં ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા પછી જાપાન-રશિયા સંબંધો બગડી જ ગયા છે. બીજી તરફ રશિયાના ઉત્તર કોરિયા અને ચીન સાથેના સંબંધો વધુ મજબુત થયા છે.
ન્યુઝ એજન્સી એએફપી જણાવે છે કે જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે નોર્ધન- ટેરીટરીઝ ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય કાનુન તેમ બંને રીતે જાપાનનો જ ભાગ છે. તેથી પુતિનની તે મુલાકાતનો અમે સખત વિરોધ કરીએ છીએ.
દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન ૮મી ઓગસ્ટે સોવિયેત સંઘે જાપાન વિરુદ્ધ યુધ્ધ જાહેર કર્યું ત્યારે હીરોશિમા પર એટમબોંબ ફેંકાઈ ગયો હતો તે પછી છ દિવસે જાપાને શરણાગતિ સ્વીકારતાં યુધ્ધ બંધ થયું હતું પરંતુ ત્યારથી રશિયાનો તે દ્વીપ સમુહ ઉપર કબજો છે.









