Get The App

જાપાને બનાવ્યું પહેલું 6G ડિવાઈસ 112 Gbpsની સ્પીડ હાંસલ કરી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
જાપાને બનાવ્યું પહેલું 6G ડિવાઈસ 112 Gbpsની સ્પીડ હાંસલ કરી 1 - image

- જાપાન દ્વારા વિકસાવવામાં આવેલું આ પ્રોટોટાઈપ ડિવાઈસ ફાઈવજી કરતા 20 ગણી ઝડપે કામ કરે છે

- ગ્રીન કાર્ડ લેવાની અરજીમાં સહીમાં ડખો જણાશે તો રિજેક્શન આવશે, ડિજિટલ સિગ્નેચર પણ ચલાવી લેવામાં આવશે નહીં

તા.૧૮

જાપાન દ્વારા તાજેતરમાં એક ક્રાંતિકારી શોધ કરવામાં આવી છે. તેણે જે સાધન બનાવ્યું છે તે ઈન્ટરનેટની દુનિયામાં આશ્ચર્ય સર્જી કાઢે તેવું છે. તેણે ડાઉનલોડિંગ અને સ્ટ્રીમિંગની સમગ્ર કામગીરીને જ પલટી નાખી છે. જાપાની સંશોધકોએ એક 6G પ્રોટોટાઈપ ડિવાઈસ બનાવ્યું છે. નવી ટેક્નોલોજીની મદદથી વિકસાવાયેલા આ ડિવાઈસમાં 6G ચલાવવા દરમિયાન સંશોધકોને 112 Gbpsની સ્પીડ મળી હતી. હાલમાં ચાલી રહેલા ૫ય્ કરતા ૨૦ ગણી વધારે ઝડપ મળી હતી. 

ઉલ્લેખનીય છે કે, જાપાની સંશોધકો દ્વારા પારંપરિક ઈલેક્ટ્રિક સર્કિટની જગ્યાએ લાઈટ એટલે કે પ્રકાશનો ઉપયોગ કવરામાં આવ્યો છે. તેમાં ઓપ્ટિકલ માઈક્રોકોમ્બ નામના એક ખાસ નાનકડા ડિવાઈસના કારણે પણ ઘણો ફાયદો થયો હતો. આ ડિવાઈસ હાઈટેક લેઝર રૂલરની જેમ કામ કરે છે. તે પ્રકાશના સ્થિર અને સચોટ કિરણો ઉત્પન્ન કરે છે. આ પ્રકાશ સ્થિર હોવાથી તેમાં ડિજિટલ નોઈસ નહીવત્ હોય છે. તેના કારણે સચોટ અને સક્ષમ ટેરાહર્ટ્ઝ સિગ્નલ મળે છે. તેના કારણે કોઈપણ ખામી વગર કે અડચણ વગર સુપરફાસ્ટ સ્પીડથી ડેટા મોકલી અને રિસિવ કરી શકાય છે.

આ ટેક્નોલોજીનો મોટો ફાયદો એ જોવા મળ્યો કે તેમાં વાઈબ્રેશનની ખાસ અસર થઈ નહીં. સામાન્ય રીતે ચીપ ટેક્નોલોજીમાં વાઈબ્રેશનને કારણે લેઝર એલાઈન્મેન્ટ બગડી જતું હોય છે. સંશોધકો દ્વારા તેમાં ઓપ્ટિકલ ફાઈબરને સીધા જ સિલિકોન નાઈટ્રેટ માઈક્રોરેઝોનરેટર ચીપ સાથે કાયમી ધોરણે જોડી દેવામાં આવ્યા હતા. તેના કારણે સેટઅપ ખૂબ જ નાની જગ્યામાં પૂરું થઈ ગયું. લેઝર એલાઈન્મેન્ટ ખરાબ થવાનો ભય ઓછો થઈ ગયો અને ટેમ્પ્રેચર કન્ટ્રોલર લાગેલું હોવાથી બહારના વાતાવરણની અસર ટળી ગઈ. 

જાપાની સંશોધકોએ 560 GHz બેન્ડ થકી આ ઝડપ મેળવી

સંશોધકો દ્વારા સુપરફાસ્ટ 6G નેટવર્ક બનાવવા માટે વિવિધ ફ્રિક્વન્સીનો ઉપયોગ કવરામાં આવ્યો હતો. તેના કારણે ઘણી સમસ્યા આવી રહી હતી. બીજી તરફ સામાન્ય ઈલેક્ટ્રોનિક સર્કિટ પણ આવી વિવિધ ફ્રિક્વન્સીના ઉપયોગના કારણે ખોટકાઈ જતી હતી. જ્યારે સંશોધકોએ 350 GHz  બેન્ડ આ કામગીરી કરી તો ડેટામાં ફિેઝ નોઈસ એટલે કે ડિજિટલ નોઈસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું. તેના કારણે તે કામ કરી શકતું નહોતું. જાપાનના તોકુશિમા યુનિવર્સિટીના સંશોધકોએ સમગ્ર ઈલેક્ટ્રોનિક સર્કિટ જ કાઢી નાખી. તેમણે તેની જગ્યાએ લેસર ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો. બીજી ખાસ વાત એવી રહી છે જ્યારે સંશોધકોએ 560 GHz બેન્ડ ઉપર કામ કર્યું તો કોઈપણ અડચણ વગર તેઓ ઐતિહાસિક 112 Gbps સ્પીડ મેળવી શક્યા હતા.