World

'હવે ઘણું મોટું થવાનું છે' : નિર્ણાયક યુધ્ધની ઈરાનની ધમકી પછી ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન ડી.સી.માં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન-યુદ્ધ અંગે નિર્ણાયક વિચાર પર પહોંચ્યાનું જણાવ્યું. ઈરાને શાંતિ મંત્રણા માટે 7 શરતો સાથે ધમકી આપી હતી કે જો તે સ્વીકારાશે નહીં તો નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર છે. તેના જવાબમાં ટ્રમ્પે ફોકસ ન્યૂઝને કહ્યું કે, હવે ઘણું મોટું થવાનું છે, અને ઈરાનને ખતમ કરવાના વિકલ્પો ખુલ્લા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે ઘણું મોટું થવાનું છે' : નિર્ણાયક યુધ્ધની ઈરાનની ધમકી પછી ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર
  • ટ્રમ્પે કહ્યું : 'હું પણ નિર્ણાયક' વિચાર કરી રહ્યો છું, ઈરાને આપેલી ધમકીને ટ્રમ્પનો સણસણતો પ્રત્યુત્તર

વોશિંગ્ટન (ડી.સી.) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન-યુધ્ધ અંગે હું નિર્ણાયક વિચાર પર આવ્યો છું. આ સાથે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હવે ત્યાં ઘણું મોટું થવાનું છે.
ઈરાને શાંતિ મંત્રણા ફરી શરૂ કરવા માટે મધ્યસ્થીરૂપ કતાર દ્વારા અમેરિકાને સાત શર્તો પાઠવી હતી. સાથે તેવી ધમકી આપી હતી કે, જો તે શર્તો સ્વીકારાશે નહીં તો તે નિર્ણાયક યુધ્ધ માટે તૈયાર છે. તેના જવાબમાં પ્રમુખ ટ્રમ્પે આ સણસણતો પ્રત્યુત્તર પાઠવ્યો હતો.
ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ હવે નિર્ણયાત્મક વિચારે પહોંચી ગયા છે અને ઈરાન-અમેરિકા યુધ્ધમાં હવે ઘણું મોટુ બનવાનું છે. ઈરાન જો નહીં સમજે તો તે થઇને જ રહેશે. પ્રશ્ન તેટલો જ છે કે કયાં અને ક્યારે તે સમગ્ર દેશને ખતમ કરવો. તેમણે સમજી જવું પડશે.
પોતાની યોજનાની રૂપરેખા પણ તે સાથે આપતા ટ્રમ્પે કહ્યું કે તેની પાસે બે વિકલ્પ છે. એક છે આર્થિક રીતે પણ ખતમ થઇ જવું, તો બીજો છે, રાજદ્વારી રીતે સમાધાન કરવું. જો તે ન સ્વીકારે તો બહુ દૂરનાં નહીં તેવા ભવિષ્યમાં ઘણું મોટુ બની રહેશે. પરંતુ તે શું બનશે તે વિષે પ્રમુખે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આ સાથે તેઓએ ત્રણ વિકલ્પો કહ્યા હતા એક ઈરાનને તદ્દન ખતમ કરી નાખવું. બીજો વિકલ્પ તેને આર્થિક રીતે સડાવી દેવું અને ત્રીજો વિકલ્પ સમજૂતી સાધવાનો કહ્યો હતો.
ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન યુએન મહાસભામાં હાજરી આપવા ન્યૂયોર્ક પહોંચવાના છે. તે અંગે ટ્રમ્પે પત્રકારોને પૂછયું કે, 'તમો તેમની તે મુલાકાત સમયે તેમને મળશો ? ત્યારે ટ્રમ્પે કહ્યું કે, કદાચ હું તેમને મળું પણ ખરો. મંત્રણા માટે મારૃં મન ખુલ્લું જ છે.
ઈરાનની અર્ધ સત્તાવાર ન્યૂઝ એજન્સી તસ્નીમ જણાવે છે કે પ્રમુખ પેઝેશ્કીયન વરિષ્ટ પ્રતિનિધિઓ સાથે અમેરિકા જવાના છે અને ત્યાં વિવિધ દેશોના અગ્રણીઓ સાથે મંત્રણાઓ પણ કરવાના છે.