VIDEO: ટ્રમ્પે અપમાન કરતા મેલોનીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘શરમજનક, જૂઠ બોલવાની હદ હોય છે’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Giorgia Meloni Slams Donald Trump Claims : અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તુમાખી ભર્યા વલણ અને નિવેદનના કારણે પરંપરાગત સહયોગી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. હવે ટ્રમ્પે એવો ચોંકાવનારો દાવો કર્યો છે અને એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેના કારણે ઈટાલીના વડાંપ્રધાન જોર્જિયા મેલોની ખુબ ગુસ્સે થઈ ગયા છે. મેલોનીએ ટ્રમ્પના નિવેદનોને સંપૂર્ણપણે મનઘડત અને ખોટા ગણાવતા કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પોતાના જ સાથી દેશો સાથે આવું વર્તન કરે છે તે જોઈને તેમને આશ્ચર્ય અને દુઃખ થયું છે.
જૂઠ બોલવાની હદ હોય છે : ટ્રમ્પ પર ભડક્યા મેલોની
વડાંપ્રધાન મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ટ્રમ્પના નિવેદનો તથ્યોથી ઘણા દૂર છે. તેમણે કહ્યું, ‘આવું પહેલીવાર નથી બન્યું, પરંતુ આ અત્યંત શરમજનક છે.’ ઈટાલીના પીએમએ સવાલ ઉઠાવ્યો કે, જે કડકાઈ ટ્રમ્પ પોતાના મિત્ર દેશો સામે બતાવે છે, તેવી મજબૂતી પશ્ચિમી દેશોના વિરોધીઓ અને અમેરિકાના પ્રતિસ્પર્ધીઓ સામે કેમ નથી બતાવતા?
ઈટાલી ક્યારેય ભીખ નથી માંગતું : ઈટાલીના વડાંપ્રધાન
મેલોનીએ સંકેત આપ્યો હતો કે, ટ્રમ્પ એવા વૈશ્વિક નેતાઓ પ્રત્યે નરમ વલણ અપનાવે છે, જેમની નીતિઓ પશ્ચિમી દેશોના હિતોની વિરુદ્ધ છે. તેમણે ટ્રમ્પને કડક સંદેશ આપતા કહ્યું કે, ‘એક વાત તેમણે યાદ રાખવી જોઈએ - હું અને ઈટાલી ક્યારેય ભીખ નથી માંગતા.’
ઈટાલીના નાયબ પીએમની અમેરિકન યાત્રા રદ્દ
ઈટાલીના ઉપવડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાનીએ ટ્રમ્પના નિવેદનથી નારાજ થયા છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા પીએમ જોર્જિયા મેલોની વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી એ માત્ર મેલોનીનું નહીં, પરંતુ પૂરા ઈટાલીનું અપમાન છે. આ જ કારણોસર તેમણે 21 અને 22 જૂને યોજાનારી પોતાની અમેરિકા યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
Le gravi e offensive parole del Presidente Trump nei confronti del Presidente del Consiglio Giorgia Meloni offendono tutta l’Italia. Per questo motivo ho deciso di annullare la mia visita negli Stati Uniti prevista per i prossimi 21 e 22 giugno.
— Antonio Tajani (@Antonio_Tajani) June 19, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે મેલોનીનું કર્યું અપમાન
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ‘જોર્જિયા મેલોનીએ G7 સમિટમાં મારી સાથે ફોટો ખેંચાવવા માટે જાણે વિનંતી કરી હતી. મને તેમના પર દયા આવી એટલે મેં ફોટો પડાવ્યો. હું ના પણ પાડી શકતો હતો, પણ મને તેમના પર તરસ આવી ગઈ. કદાચ તેઓ એ વાતથી ખુશ હશે કે મેં તેમની સાથે વાત કરી, બાકી મને તેમની સાથે વાત કરવાની કોઈ જરૂર નહોતી.’









