Get The App

રોમમાં ગૂંજ્યા હિન્દી શબ્દો... મેલોનીએ PM મોદીને કહ્યું- ‘પરિશ્રમ જ સફળતાની ચાવી’

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
રોમમાં ગૂંજ્યા હિન્દી શબ્દો... મેલોનીએ PM મોદીને કહ્યું- ‘પરિશ્રમ જ સફળતાની ચાવી’ 1 - image

Meloni Speaks Hindi: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત અને ભારત-ઇટાલી વચ્ચેના મજબૂત સંબંધોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન મેલોનીએ પીએમ મોદીની ઉપસ્થિતિમાં હિન્દીમાં કહ્યું હતું કે, "પરિશ્રમ જ સફળતાની ચાવી છે" અને તેમણે તેનો અર્થ પણ સમજાવ્યો હતો. મેલોનીએ પીએમ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આપની આ મુલાકાત અમારા માટે એક મોટું સન્માન છે. આ મુલાકાત આપણા બંને દેશોના સંબંધોમાં એક નવો અધ્યાય જોડશે."

PM મોદીની સામે હિન્દી બોલ્યા મેલોની

જ્યોર્જિયા મેલોનીએ આગળ ઉમેર્યું કે, "ભારતમાં એક શબ્દ ખૂબ પ્રચલિત છે - 'પરિશ્રમ', જે બંને દેશોના સંબંધોનું યોગ્ય રીતે વર્ણન કરે છે. તેનો અર્થ થાય છે સખત મહેનત. હું જાણું છું કે ભારતમાં આ શબ્દનો વ્યાપક ઉપયોગ થાય છે. ત્યાં એક ખૂબ જ લોકપ્રિય કહેવત છે - 'પરિશ્રમ હી સફલતા કી કુંજી હૈ'. તેનો સીધો અર્થ એ છે કે સખત મહેનત જ સફળતાનો માર્ગ ખોલે છે. અમે પણ અમારા સંબંધોને આ જ રીતે આગળ વધારવા ટેવાયેલા છીએ, જ્યાં આપણી સખત મહેનત જ અંતે મોટી સફળતા બને છે."

ભારત અને ઇટાલી વધુ નજીક આવ્યા: મેલોની

ઇટાલીના પીએમએ જણાવ્યું હતું કે, "આજે રોમમાં અમે અમારા સંબંધોને વધુ મજબૂત કરી રહ્યા છીએ. આ સંબંધ હવે એક વિશેષ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સ્તરે પહોંચ્યો છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. તેથી મને લાગે છે કે એ કહેવું યોગ્ય રહેશે કે હવે ઇટાલી અને ભારત પહેલા કરતા વધુ નજીક આવ્યા છે."

તેમણે પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, “હું વ્યક્તિગત રીતે પીએમ મોદીના વિઝન, તેમના વહેવારુ અભિગમ અને તેમના નેતૃત્વની પ્રશંસા કરું છું. સરકારમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ તેઓ પોતાના નાગરિકોમાં કેટલા લોકપ્રિય છે, તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. મને લાગે છે કે આપણી આ મિત્રતાએ આપણને ઝડપથી કામ કરવામાં ઘણી મદદ કરી છે.”

આ પણ વાંચો: મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’

પરસ્પર તાલમેલ વધારવો એ જ અમારો લક્ષ્ય

જ્યોર્જિયા મેલોનીએ બંને દેશોના સહયોગ અંગે વાત કરતા કહ્યું કે, "અમારો લક્ષ્ય વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે પરસ્પર તાલમેલ વધારવાનો છે. અમે આ વિષયો પર વિગતવાર ચર્ચા કરી છે. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, સ્પેસ ઇકોનોમી અને સંરક્ષણ - આ એવા ક્ષેત્રો છે જેના પર અમે પૂરી મહેનતથી કામ કરી રહ્યા છીએ. આ સિવાય મહત્ત્વપૂર્ણ ખનિજો, કૃષિ-ઉદ્યોગ, દરિયાઈ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પણ બંને દેશો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ તકો છે. આજે જે મહત્ત્વના સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે, તે આ દિશામાં જ એક પગલું છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં આપણો સહયોગ વધુ મજબૂત કરવાનો છે."