World

ઈઝરાયેલ ઈરાન પર ફરી હુમલો કરવા માગે છે : ટ્રમ્પ શાંતિ-સમજૂતીના મતના છે : નેતન્યાહૂનો મત જુદો છે

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
તેલઅવિવ: ઈઝરાયલે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો તે પરમાણુ કાર્યક્રમ કે લાંબા અંતરની મિસાઈલો બનાવવાનું ફરી શરૂ કરશે, તો ઈઝરાયલ એકલું જ સૈન્ય કાર્યવાહી કરશે. ઈઝરાયલના ઉર્જા મંત્રી એબી કોહેને જણાવ્યું કે, અમેરિકાની મદદ વિના પણ ઈરાન પર હુમલો કરતા અચકાઈશું નહીં. આથી મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયેલ ઈરાન પર ફરી હુમલો કરવા માગે છે : ટ્રમ્પ શાંતિ-સમજૂતીના મતના છે : નેતન્યાહૂનો મત જુદો છે
  • ઈરાન તેનો ન્યૂકિલયેર પ્રોગ્રામ અને લોંગ-રેન્જ મિસાઇલ્સ બનાવવાનું ચાલુ રાખશે તો ઈઝરાયલ ફરી તેની ઉપર સૈન્ય-કાર્યવાહી શરૂ કરી દેશે

તેલઅવિવ : મધ્ય પૂર્વમાં સતત ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈઝરાયલે સ્પષ્ટત: જણાવી દીધું છે કે, જો ઈરાન તેનો ન્યૂકિલયર પ્રોગ્રામ અથવા લોંગ-રેન્જ મિસાઇલ્સ કાર્યક્રમ ફરી શરૂ કરશે, તો ઈઝરાયલ સ્વતંત્ર રીતે (અમેરિકાની સહાય વિના પણ) ઈરાન ઉપર સૈન્ય-કાર્યવાહી શરૂ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ વાસ્તવમાં ઈરાન સાથે શાંતિ સમજૂતી સાધવાના મતના છે. ઈઝરાયલે તેઓથી જુદો જ માર્ગ અપનાવ્યો છે.
આ તબક્કે વૈશ્વિક આકલનકારોને આશંકા છે કે, જો ઈઝરાયલ યુધ્ધ શરૂ કરી જ દેશે તો તે યુધ્ધ માત્ર લશ્કરી મથકો પુરતું જ મર્યાદિત ન રહેતા ઈરાનના ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર્સને પણ આવરી લેશે.
ઈઝરાયલી મીડીયા આઉટલેટ યેનેટ ને આપેલી એક મુલાકાતમાં ઈઝરાયલી ઉર્જા-મંત્રી એબી કોહેને આ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, જો તહેરાન તેનો ન્યૂકિલયર કે બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ફરી શરૂ કરશે તો ઈરાન તેની ઉપર હુમલા કરવામાં જરા પણ અચકાશે નહીં.
ઉલ્લેખનીય તો તે છે કે કોહેને આ વિધાનો તેવે સમયે કર્યાં છે કે જ્યારે ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ સમજૂતી સાધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ટ્રમ્પના ગમે તેટલા પ્રયાસો છતાં ઈઝરાયલ સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રાખવા માગે છે. આનું પરિણામ તે આવી શકે કે અમેરિકા-ઈરાન વચ્ચેની સમજૂતી પણ નિરર્થક બની રહે તે ઇઝરાયલની કાર્યવાહીને કદાચ અટકાવી નહીં શકે.