World

વેસ્ટ બેંકમાં મોટા સૈન્ય ઓપરેશનની તૈયારીમાં ઈઝરાયલ : નેતન્યાહૂએ કરી મોટી જાહેરાત

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વેસ્ટ બેંકમાં મોટાપાયે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, સુરક્ષા દળોને ગામડાઓમાં પ્રવેશવા, શસ્ત્રો જપ્ત કરવા અને ધરપકડ કરવા આદેશ અપાયા છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓ વચ્ચે આ નિર્ણય તણાવ વધારશે. નેતન્યાહૂએ આતંકવાદી ઠેકાણાઓ સામે મોટાપાયે કાર્યવાહીની તૈયારી દર્શાવી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેસ્ટ બેંકમાં મોટા સૈન્ય ઓપરેશનની તૈયારીમાં ઈઝરાયલ : નેતન્યાહૂએ કરી મોટી જાહેરાત

Benjamin Netanyahu West Bank Announcement: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, વેસ્ટ બેંકમાં મોટાપાયે સૈન્ય ઓપરેશનની કાર્યવાહી માટે ઈઝરાયલ તૈયાર છે. નેતન્યાહૂના આ નિવેદનને આ ક્ષેત્રમાં સૈન્ય અભિયાનને આગામી તીવ્રતાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

નેતન્યાહૂએ કરી મોટી જાહેરાત

અલ જઝીરા અનુસાર, નેતન્યાહૂએ પત્રકારોને જણાવ્યું હતું કે સુરક્ષા દળોને ગામડાઓમાં પ્રવેશવા, શોધખોળ કરવા, શસ્ત્રો જપ્ત કરવા અને ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રદેશમાં ચાલી રહેલા દરોડા અને હિંસક અથડામણો વચ્ચે આ વલણ ખૂબ કડક માનવામાં આવે છે. ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, ઇઝરાયલ આતંકવાદી ઠેકાણાઓ સામે મોટાપાયે કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સેનાનું હાલનું ધ્યાન સમગ્ર વિસ્તાર પર તેની પકડ મજબૂત કરવા અને સુરક્ષા કામગીરીને વધુ તીવ્ર બનાવવા પર છે.

વેસ્ટ બેંકમાં મોટા સૈન્ય ઓપરેશનની તૈયારીમાં ઈઝરાયલ

નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વેસ્ટ બેંકમાં ઈઝરાયલી લશ્કરી દરોડા શરૂ છે. આ દરમિયાન ચોક્કસ વિસ્તારોમાં ઈઝરાયલી વસાહતીઓ દ્વારા હુમલાઓના અહેવાલો પણ સામે આવ્યા છે. પરિણામે આ નિવેદનને એ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે કે વર્તમાન કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે. નોંધનીય છે કે, વેસ્ટ બેંક હાલમાં ઈઝરાયલી કબજા હેઠળ છે.

સ્થાનિકઓ વ્યક્ત કરી વ્યથા

બીજી તરફ, 'યુથ અગેઇન્સ્ટ સેટલમેન્ટ્સ'ના સ્થાપક ઇસા અમરોએ અલ જઝીરા સાથે વાત કરતા જમીન પરની વાસ્તવિકતા વર્ણવતા જણાવ્યું કે, 'કબજા હેઠળના પ્રદેશોમાં રહેતા પેલેસ્ટિનિયન નાગરિકોને દરરોજ હિંસાનો સામનો કરવાની ફરજ પાડવામાં આવે છે. તાજેતરના મહિનાઓમાં હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે પણ કોઈ નાગરિક પોતાના ઘર, પરિવાર અથવા મિલકતનો બચાવ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવે છે અથવા અટકાયત કરવામાં આવે છે.'

ઇસા અમરોએ દાવો કર્યો હતો કે. તાજેતરના વર્ષોમાં સતત હુમલાઓના ડરથી 20થી વધુ પેલેસ્ટિનિયન સમુદાયોએ તેમના ગામડા છોડી દીધા છે. તેમના મતે, સેંકડો પરિવારોને તેમના ઘર, જમીન અને વસાહતો છોડવાની ફરજ પડી છે. તેમણે આને 'જાતિય સફાઇ' સમાન ગણાવ્યું.

વેસ્ટ બેંકમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. એક તરફ, ઈઝરાયલી લશ્કરી કાર્યવાહી ચાલુ છે, તો બીજી તરફ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, સતત કાર્યવાહી સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધારી રહી છે. તેવામાં નેતન્યાહૂના તાજેતરના નિવેદન પછી બધાની નજર આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં જશે તેના પર છે.