World

ઈરાન-અમેરિકા ડીલ પર ગ્રહણ? ઈઝરાયલે જ ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવ્યું, લેબેનૉન પર ભીષણ હુમલા

By GS Team
14 Jun 20262 mins read
TukuTouch Logo
Israel Lebanon War Hits US Iran Peace Deal : મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને રવિવારે સવાર થતાં જ એક મોટો આંચકો લાગ્યો છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે રવિવારે યુએસ અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે, પરંતુ બીજી તરફ ઈઝરાયલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર ફરીથી તીવ્ર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ નવા સૈન્ય એક્શન બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આટલા તણાવપૂર્ણ માહોલમાં યુએસ-ઈરાન શાંતિ કરાર કેવી રીતે શક્ય બનશે?

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકા ડીલ પર ગ્રહણ? ઈઝરાયલે જ ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવ્યું, લેબેનૉન પર ભીષણ હુમલા

Israel Lebanon War Hits US Iran Peace Deal : મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને રવિવારે સવાર થતાં જ એક મોટો આંચકો લાગ્યો છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે રવિવારે યુએસ અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે, પરંતુ બીજી તરફ ઈઝરાયલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે દક્ષિણ લેબેનૉન પર ફરીથી તીવ્ર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ નવા સૈન્ય એક્શન બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આટલા તણાવપૂર્ણ માહોલમાં યુએસ-ઈરાન શાંતિ કરાર કેવી રીતે શક્ય બનશે?

ઈરાનની કડક શરત: ઈઝરાયલ હુમલા તાત્કાલિક રોકે

આ વૈશ્વિક રાજદ્વારી ડ્રામા વચ્ચે ઈરાને પોતાનું વલણ અત્યંત કડક કરી લીધું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, પ્રસ્તાવિત યુએસ-ઈરાન શાંતિ કરારના ફ્રેમવર્કની પહેલી અને સૌથી અનિવાર્ય શરત એ જ છે કે લેબેનૉન સહિત તમામ મોરચે ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી અને ગોળાબારૂદનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે.

ઈઝરાયલ હુમલા નહીં રોકે તો આજે કરાર કેવી રીતે થશે? 

ઈરાનની આ સ્પષ્ટ શરત હોવા છતાં, ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આવી સ્થિતિમાં ટ્રમ્પનો 'સંડે ડીલ'નો દાવો મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે, કારણ કે જ્યાં સુધી ઈઝરાયલ પાછળ નહીં હટે ત્યાં સુધી ઈરાન કોઈપણ દસ્તાવેજ પર સહી કરવા તૈયાર નથી.

ધડાકાઓથી ધ્રૂજ્યું દક્ષિણ લેબેનૉન

આકાશમાંથી વરસી રહેલી મિસાઇલો અને જમીન પર થતાં ધડાકા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ઈઝરાયલ હાલ પૂરતું કોઈ વૈશ્વિક દબાણમાં આવવાના મૂડમાં નથી. જોકે વ્હાઇટ હાઉસ છેલ્લા કેટલાય દિવસથી સતત દાવા કરી રહ્યું છે કે તેઓ ઈઝરાયલ અને લેબેનૉન વચ્ચે સીઝફાયર માટે પ્રયાસો કરી રહ્યા છે. 

શાંતિ કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલા ઈઝરાયલને મનાવી શકશે અમેરિકા?

ઈરાની મીડિયા અને પશ્ચિમી નિષ્ણાતોએ અગાઉ એવી આશા વ્યક્ત કરી હતી કે આ શાંતિ કરારથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઓછો થશે અને વર્ષોથી સળગી રહેલું મિડલ ઈસ્ટ શાંત થશે. પરંતુ ઈઝરાયલના આ તાજા વલણે ટ્રમ્પની રણનીતિ પર પાણી ફેરવી દીધું છે. હવે મોટો સવાલ એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હુમલા રોકવા માટે મનાવી શકશે? જો તેઓ નિષ્ફળ જશે, તો આ ઐતિહાસિક કરાર સત્તાવાર જાહેર થતાં પહેલા જ ફ્લોપ થઈ શકે છે.