World

ટ્રમ્પની ફિટકાર બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ફરી યુદ્ધવિરામ, હિઝબુલ્લાહ સામે 4 શરતો મૂકાઇ

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય તણાવ અને હિંસા બાદ આખરે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર)ના નવીનીકરણ પર સહમતિ સદાઈ છે. અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી ચોથા રાઉન્ડની બેઠક બાદ બંને દેશો આ મહત્વપૂર્ણ શાંતિ સમજૂતી પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ લેબેનોનમાં કેટલાક ખાસ પ્રાયોગિક સુરક્ષા વિસ્તારો (Experimental Security Zones) બનાવવામાં આવશે, જેમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ફિટકાર બાદ ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ફરી યુદ્ધવિરામ, હિઝબુલ્લાહ સામે 4 શરતો મૂકાઇ

Israel-Lebanon Ceasefire Agreement Reached | લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય તણાવ અને હિંસા બાદ આખરે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર)ના નવીનીકરણ પર સહમતિ સદાઈ છે. અમેરિકાની મધ્યસ્થતામાં યોજાયેલી ચોથા રાઉન્ડની બેઠક બાદ બંને દેશો આ મહત્વપૂર્ણ શાંતિ સમજૂતી પર પહોંચ્યા છે. આ કરાર હેઠળ લેબેનોનમાં કેટલાક ખાસ પ્રાયોગિક સુરક્ષા વિસ્તારો (Experimental Security Zones) બનાવવામાં આવશે, જેમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવશે.

સીઝફાયરની મુખ્ય શરતો

ગોળીબાર પર સંપૂર્ણ રોક: હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયલ તરફ કરવામાં આવતા તમામ પ્રકારના રોકેટ અને સૈન્ય હુમલાઓ તત્કાલ બંધ કરવા પડશે.

હથિયારો અને લડવૈયાઓની વાપસી: લિટની નદી (Litani River) ની દક્ષિણ દિશામાં આવેલા તમામ સરહદી વિસ્તારોમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓ અને તેમના હથિયારોને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.

લેબેનોની સેનાનું નિયંત્રણ: સુરક્ષા જાહેર કરાયેલા આ તમામ વિસ્તારો પર લેબેનોનની સત્તાવાર સેના (Lebanese Army) પૂર્ણ નિયંત્રણ મેળવશે અને સુરક્ષા સુનિશ્ચિત કરશે.

પ્રતિબંધો: આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની કોઈપણ પ્રકારની સૈન્ય કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ રહેશે.

વાર્તાલાપમાં હિઝબુલ્લાહ ગેરહાજર, ઈરાનને સ્પષ્ટ સંદેશ

અમેરિકાના વિદેશ મંત્રાલયમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના ભવિષ્યના સંબંધો બંને દેશોની સાર્વભૌમ સરકારો જ નક્કી કરશે. લેબેનોનના ભવિષ્યને પ્રભાવિત કરવાના કોઈપણ બાહ્ય દેશ કે સંગઠનના પ્રયાસોને સહન કરવામાં નહીં આવે. આ નિવેદનને સીધું જ હિઝબુલ્લાહના કટ્ટર સમર્થક એવા ઈરાન તરફના સ્પષ્ટ ઈશારા તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ શાંતિ વાર્તાલાપમાં હિઝબુલ્લાહ પોતે સીધી રીતે સામેલ નહોતું.

શાંતિની દિશામાં મોટું પગલું પણ પડકારો યથાવત

આ સુરક્ષા વિસ્તારોને જમીન પર કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની વિગતવાર યોજના હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, અમેરિકાના પ્રયાસોથી થયેલી આ સમજૂતીને મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે એક ઐતિહાસિક પ્રગતિ માનવામાં આવી રહી છે. પ્રાદેશિક નિષ્ણાતોનું કહેવું છે કે આ સમજૂતી કાગળ પર જેટલી મજબૂત દેખાય છે, તેની સફળતાનો ખરો આધાર આગામી દિવસોમાં હિઝબુલ્લાહ અને ઈરાનના વાસ્તવિક વલણ પર રહેશે.