Get The App

300 પરમાણુ બોમ્બ છતાં સંતુષ્ટ નથી!, ફ્રાન્સના પ્રમુખે કહ્યું,-'અમે પરમાણુ તાકાત વધારીશું'

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
300 પરમાણુ બોમ્બ છતાં સંતુષ્ટ નથી!, ફ્રાન્સના પ્રમુખે કહ્યું,-'અમે પરમાણુ તાકાત વધારીશું' 1 - image

France Increase Nuclear Warheads: ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભવિષ્યના ખતરાને જોતાં હવે ફ્રાન્સ પોતાના પરમાણુ બોમ્બની સંખ્યા વધારશે. ફ્રાન્સ પાસે અત્યારે 300 પરમાણુ બોમ્બ છે, પરંતુ ફ્રાન્સ તેનાથી સંતુષ્ટ નથી. ફ્રાન્સ પ્રમુખે દેશની પરમાણુ નીતિમાં મોટા ફેરફારની જાહેરાત કરતાં કહ્યું કે, માત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિને જ પરમાણુ હથિયારોના ઉપયોગનો નિર્ણય લેવાનો અધિકાર છે. મેક્રોને સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સની પરમાણુ સુરક્ષાની કમાન સંપૂર્ણપણે ફ્રાન્સના પ્રમુખ પાસે રહેશે.

1992માં પોતાના પરમાણુ બોમ્બની સંખ્યા વધારી હતી

પ્રમુખ મેક્રોને જાહેરાત કરી કે તેમણે ફ્રાન્સના પરમાણુ શસ્ત્રાગારમાં વોરહેડ્સની સંખ્યા એટલે કે પરમાણુ બોમ્બની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે. આ દાયકાઓમાં પહેલીવાર છે જ્યારે ફ્રાન્સ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે. ફ્રાન્સે આ પહેલા 1992માં પોતાના પરમાણુ બોમ્બની સંખ્યામાં વધારો કર્યો હતો.

'ફ્રાન્સની વિનાશકારી શક્તિ સુનિશ્ચિત કરવી જરૂરી'

વર્તમાનમાં ફ્રાન્સ પાસે લગભગ 300 વોરહેડ્સ છે, પરંતુ ભવિષ્યમાં કેટલા હશે તે સંખ્યાની જાણકારી સાર્વજનિક કરવામાં આવશે નહીં. મેક્રોને કહ્યું કે વૈશ્વિક પડકારો અને હરીફોના વિકાસને જોતા પરમાણુ ક્ષમતાને મજબૂત કરવી જરૂરી બની છે, જેથી ફ્રાન્સની વિનાશકારી શક્તિ સુનિશ્ચિત રહે. નિષ્ણાતોના મટે મેક્રોનના ભાષણનો હેતુ એ જણાવવાનો હતો કે US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વારંવારના તણાવથી કોન્ટિનેન્ટ (ખંડ) પર જે ચિંતાઓ વધી રહી છે, તેમની વચ્ચે ફ્રાન્સના ન્યુક્લિયર હથિયાર યુરોપની સુરક્ષામાં કેવી રીતે ફિટ થાય છે.

'ફોરવર્ડ ડિટરન્સ': ફ્રાન્સની નવી પરમાણુ નીતિ

મેક્રોને 'ફોરવર્ડ ડિટરન્સ' નામે એક નવી અવધારણા રજૂ કરી, જેને તેમણે ફ્રાન્સની પરમાણુ વ્યૂહનીતિમાં નવું પગલું ગણાવ્યું. આ અંતર્ગત કેટલીક પરિસ્થિતિઓમાં ફ્રાન્સ પોતાના વ્યૂહાત્મક પરમાણુ એસેટ્સને સહયોગી દેશોમાં અસ્થાયી રૂપે તૈનાત કરી શકે છે. મેક્રોને કહ્યું કે આ યુરોપિયન સુરક્ષા માટે એક નવું પગલું છે અને ઘણા યુરોપિયન ભાગીદાર દેશો ફ્રાન્સ સાથે પરમાણુ અભ્યાસ પર રણનૈતિક સંવાદ માટે તૈયાર છે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે માટે રાહતના સમાચાર, દુબઈ-અબુ ધાબીમાં ફ્લાઈટ ઓપરેશન ધીરે-ધીરે શરૂ

2 માર્ચ, 2026 ના રોજ પશ્ચિમી ફ્રાન્સમાં આઈલ લોંગ નેવલ બેઝ પરથી બોલતા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સના ન્યુક્લિયર ડોક્ટ્રિનમાં એક મોટો ફેરફાર જણાવ્યો. આ દેશની ન્યુક્લિયર-આર્મડ બેલેસ્ટિક-મિસાઈલ સબમરીનનું હોમ પોર્ટ છે. ન્યુક્લિયર ડિટરન્સનો હેતુ ફ્રાન્સના જરૂરી હિતોને ખતરો પહોંચાડનારા કોઈપણ દેશને રોકવાનો છે. મેક્રોને જોર આપીને કહ્યું કે આ હિતોને જાણી જોઈને શોધવામાં આવ્યા છે પણ તેને સ્પષ્ટ રીતે જણાવી શકાય તેમ નથી.