Get The App

ઈઝરાયલ અને જમાઈ કુશનરના ઈશારે કામ કરે છે ટ્રમ્પ? એપસ્ટિન ફાઈલ્સમાં નવો ધડાકો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ અને જમાઈ કુશનરના ઈશારે કામ કરે છે ટ્રમ્પ? એપસ્ટિન ફાઈલ્સમાં નવો ધડાકો 1 - image


Image : White house / gallary

Is Trump Compromised by Israel? : જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા નવા દસ્તાવેજો જાહેર કરવામાં આવતા કેટલાક નવા ખુલાસા થયા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના ઈશારે કામ કરે છે. 

ટ્રમ્પ પર જમાઈ અને ઈઝરાયલનું દબાણ

રિપોર્ટમાં આરોપ લગાવાયો છે કે ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર ટ્રમ્પના બિઝનેસ તથા વ્હાઈટ હાઉસના કામકાજમાં સીધો દખલ કરે છે. તથા કુશનરના પરિવારના ભ્રષ્ટાચાર, નાણાંની લેવડદેવડ તથા કટ્ટર યહૂદી નેટવર્ક વચ્ચે સંબંધ રહ્યા છે. કુશનરના પિતાને નાણાકીય ગેરરીતિ મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જોકે બાદમાં ટ્રમ્પે અમેરિકાના પ્રમુખની સત્તાનો ઉપયોગ કરી તેમને ક્ષમા આપી દીધી. 

ઈલોન મસ્કનું નામ આવ્યું 

નવા દસ્તાવેજોમાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે ટેસ્લામાં માલિક ઈલોન મસ્ક તથા એપસ્ટિન વચ્ચે ઈમેલ પર વાતચીત થઈ હતી. એપસ્ટિને મસ્કને વર્જિન આઈલેન્ડ્સ પર આવવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે દસ્તાવેજોમાં એ સ્પષ્ટ નથી થયું કે મસ્ક ત્યાં ગયા હતા કે નહીં. 

બિલ ગેટ્સને થયો હતો ગુપ્ત રોગ

એપસ્ટિન ફાઈલ્સમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પર પણ ગંભીર આરોપ લગાવાયા છે. દસ્તાવેજોમાં કહેવાયું છે કે બિલ ગેટ્સને રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા બાદ ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે પોતાની પત્ની મેલિન્ડા ગેટ્સ માટે એન્ટિબાયોટિક દવા માંગી હતી.