IRGCનો માસ્ટરપ્લાન લીક! એક તરફથી પુતિન અને બીજી તરફથી ઈરાન કરશે હુમલા, અમેરિકાને જડબાતોડ જવાબ અપાશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IRGC Threat to Donald Trump Europe Energy Sector 2026 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ચારેય તરફથી ઘેરવાની ગુપ્ત યોજના વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ એક એવો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. જેનાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ તેના પશ્ચિમી મિત્ર દેશો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. ઈરાનની આ ખૌફનાક આર્મીએ હવે ટ્રમ્પના નિર્ણયોની સજા તેમના યુરોપીયન મિત્રોને આપવાનું નક્કી કર્યું છે. જેઓ પહેલાથી જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ડરમાં જીવી રહ્યા છે. રશિયા સાથે મળીને ઈરાન દ્વારા રચવામાં આવી રહેલો આ વ્યુહ જો ખરેખર અમલમાં આવશે, તો ટ્રમ્પ પરથી તેમના મિત્ર દેશોનો ભરોસો હંમેશા માટે ઉઠી જશે.
IRGCના ટોચના સલાહકારની ખુલ્લી ચેતવણી
IRGCના ચીફ કમાન્ડરના ખાસ સલાહકાર અને આક્રમક થિંક-ટેન્ક ગણાતા હુસૈન હમીદરેઝા મોઘદામફરે અમેરિકાને બેટૂક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, જો અમેરિકાએ સમુદ્રી માર્ગો અથવા કોઈપણ આર્થિક પ્રતિબંધો દ્વારા ઈરાનને ઝુકાવવાનો પ્રયાસ કર્યો, તો તેનું સૌથી ભયાનક પરિણામ સમગ્ર યુરોપને ભોગવવું પડશે. ઈરાને ધમકી આપી છે કે અમેરિકાની હરકતોને કારણે આખા યુરોપનું એનર્જી સેક્ટર અને ગ્લોબલ ઇકોનોમી પત્તાના મહેલની જેમ તૂટી પડશે.
રશિયા અને ઈરાનનો ડબલ એટેક પ્લાન
અત્યાર સુધી ઈરાન અમેરિકાના હુમલાનો જવાબ આપવા ખાડી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) ને નિશાન બનાવતું હતું, પરંતુ હવે તેનો પ્લાન યુરોપ સુધી પહોંચી ગયો છે.
ઉપરથી રશિયાનું દબાણ: એક તરફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનના મોરચે સતત આક્રમક છે અને યુરોપની સરહદો પર મિસાઇલોનું દબાણ વધારી રહ્યા છે. પુતિન પહેલાથી જ યુરોપનો ગેસ સપ્લાય રોકીને તેમને ઘૂંટણિયે લાવી ચૂક્યા છે.
નીચેથી ઈરાનની નાકેબંધી: બીજી તરફ, ઈરાન હવે સમુદ્રના એ સૌથી સંવેદનશીલ માર્ગ પર બ્લોકેડ કરવાની તૈયારીમાં છે જ્યાંથી વૈશ્વિક બજાર ચાલે છે. જો ટ્રમ્પ ઈરાન પર કોઈ એક્શન લેશે, તો પુતિન યુરોપને ઉપરથી દબાવશે અને ઈરાન નીચે સમુદ્રમાંથી સપ્લાય લાઇન કાપી નાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને ઈરાન બંનેને અલગ-અલગ રીતે પતાવવા માગતા હતા, પરંતુ આ નવો પ્લાન લીક થયા પછી ટ્રમ્પ માટે બંને મોરચા એકસાથે સંભાળવા અશક્ય બની જશે.
‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બનશે ડેથ-ટ્રેપ
ઈરાન જે સમુદ્રી માર્ગથી યુરોપને ઠાર કરવાની ધમકી આપી રહ્યું છે, તે છે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કુવૈત અને ઇરાક જેવા મોટા ક્રૂડ ઉત્પાદક દેશોના જહાજો આ જ રસ્તેથી યુરોપ અને અમેરિકા જાય છે. જો IRGC એ પોતાના પ્લાન હેઠળ હોર્મુઝ પર નાકેબંધી કરી દીધી કે ત્યાં માઇન્સ (સમુદ્રી બોમ્બ) બિછાવી દીધા, તો ક્રૂડના ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જશે. જર્મની, ફ્રાન્સ અને ઇટાલી જેવા મોટા દેશોની ફેક્ટરીઓ થોડા જ દિવસોમાં બંધ થઈ જશે.
યુરોપને બનાવવામાં આવ્યું ‘બલિનો બકરો’
સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાન સારી રીતે જાણે છે કે ટ્રમ્પ પ્રશાસન તેના ક્રૂડ બજારને તોડવા આકરા આર્થિક પ્રતિબંધો લગાવશે. આ જ ચાલને નિષ્ફળ કરવા ઈરાને યુરોપના 27 થી 30 દેશોને ખુલ્લો સંદેશ આપ્યો છે કે, ‘જો તમે અમેરિકાની હા માં હા મિલાવીને અમારા પરના પ્રતિબંધોનું સમર્થન કરશો, તો અમે તમને કંગાલ કરી દઈશું.’ આ ધમકી બાદ યુરોપના દેશો અને અમેરિકા વચ્ચે આંતરિક વિખવાદ શરૂ થઈ શકે છે, કારણ કે કોઈ પણ યુરોપીયન દેશ અમેરિકાની જીદ પાછળ પોતાના નાગરિકોને અંધારામાં રાખવાનું જોખમ નહીં લે.









