World

દુબઈ અને અબૂ-ધાબી ફરવા જવાનો પ્લાન છે? તો જોઈ લો IRCTCનું નવું ટુર પેકેજ

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેનું IRCTC સમયાંતરે દેશ અને વિદેશ બંને પ્રકારના પ્રવાસીઓ માટે સસ્તા ટૂર પેકેજો લઈને આવે છે. આ વખતે IRCTC એ Dazzling Dubai Ex-Delhi નામની એક નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટૂર પેકેજ શરૂ કર્યું છે. IRCTC દ્વારા તમને દુબઈ અને અબુ ધાબીના ફેમસ સ્થળો બતાવશે. આ પેકેજ ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યું છે, જેઓ દુબઈ અને અબુ ધાબીની ખૂબસૂરતી ઓછા બજેટમાં જોવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈ અને અબૂ-ધાબી ફરવા જવાનો પ્લાન છે? તો જોઈ લો IRCTCનું નવું ટુર પેકેજ

IRCTC Dubai Tour : ભારતીય રેલવેનું IRCTC સમયાંતરે દેશ અને વિદેશ બંને પ્રકારના પ્રવાસીઓ માટે સસ્તા ટૂર પેકેજો લઈને આવે છે. આ વખતે IRCTC એ Dazzling Dubai Ex-Delhi નામની એક નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટૂર પેકેજ શરૂ કર્યું છે. IRCTC દ્વારા તમને દુબઈ અને અબુ ધાબીના ફેમસ સ્થળો બતાવશે. આ પેકેજ ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યું છે, જેઓ દુબઈ અને અબુ ધાબીની ખૂબસૂરતી ઓછા બજેટમાં જોવા માંગે છે.

આ પણ વાંચો: દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે?

બુર્જ ખલીફા, જુમેરાહ બીચ, ગોલ્ડ સોક માર્કેટ અને ડેઝર્ટ સફારી સ્થળોનો સમાવેશ 

આ પેકેજમાં પ્રવાસીઓને દુબઈની મેઈન ફેમસ સ્થળો જેમ કે બુર્જ ખલીફા, જુમેરાહ બીચ, ગોલ્ડ સોક માર્કેટ અને ડેઝર્ટ સફારીનો અનુભવ કરાવશે. અહીંની ચમકતી સ્કાયલાઇન અને ભવ્ય શોપિંગ મોલ દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. શિયાળાની મોસમમાં અહીંનું ઠંડુ હવામાન આ પ્રવાસીઓને વધુ આનંદપ્રદ બનાવે છે.

ફ્લાઇટ ટિકિટથી લઈને હોટેલમાં રહેવા, જમવા વગેેરેની સુવિધા

IRCTC એ આ પેકેજમાં પ્રવાસીઓની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. ફ્લાઇટ ટિકિટથી લઈને હોટેલમાં રહેવાની વ્યવસ્થા, નાસ્તો, રાત્રિ ભોજન અને લોકલ ટ્રાન્સપોર્ટ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે, એટલે કે તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. સંપૂર્ણપણે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દૈનિક શેડ્યૂલને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. 

આ ટૂર 5 રાત, 6 દિવસની રહેશે

આ પેકેજ 16 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીથી ઉપડશે અને 5 રાત, 6 દિવસની ટ્રિપ હશે. આ છ દિવસ દરમિયાન પ્રવાસીઓને દુબઈ અને અબુ ધાબીના મેઈન પર્યટન સ્થળો બતાવવામાં આવશે. પેકેજમાં ગાઈડની સુવિધા અને ટ્રાવેલ્સ વીમો પણ સામેલ છે. 

બુર્જ ખલીફાની ઊંચાઈએથી જોવા મળશે ભવ્ય નજારો 

દુબઈમાં પ્રવાસીઓને બુર્જ ખલીફાની ઊંચાઈઓ પરથી નજારો જોવા મળશે. જ્યારે અબુ ધાબીમાં તેમને શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ અને ફેરારી વર્લ્ડ જેવા સ્થળોએ લઈ જવામાં આવશે. તેમને પરંપરાગત આરબ સંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક પણ મળશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે

સિંગલ પ્રવાસ માટે પ્રતિ વ્યક્તિ  129600 રુ.

હવે જો આ ટૂર પેકેજ અંગે વાત કરવામાં આવે તો, આ એકદમ સસ્તું છે, જેમાં સિંગલ પ્રવાસ માટે પ્રતિ વ્યક્તિ  129600 રુપિયા છે,  બે લોકોની સાથે 109600 પ્રતિ વ્યક્તિ  તેમજ ત્રણ લોકો માટે પ્રતિ વ્યક્તિ રુપિયા 106800 ભાડું નક્કી કરવામાં આવ્યું છે.