Get The App

દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે?

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાનું તાપમાન અઢી ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાના એંધાણ, જાણો તાપમાન વધશે તો શું થશે? 1 - image

Global Temperature Prediction : વર્તમાન સમયમાં વિશ્વભરમાં અનેક આબોહવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક દેશો કુદરતી આફતો જેવા સંકટોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, જો આગામી સમયમાં તાપમાન વધશે તો માનવજગત મોટા સંકટમાં મૂકાઈ શકે છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP) એ એમિશન ગૅપ રિપોર્ટ 2025' નામનો એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં વધતા જતાં તાપમાનને લઈને વિશ્વભરને ચેતવણી આપવામાં આવી છે.

આગામી સમયમાં વૈશ્વિક તાપમાન વધશે

યુએનઈપીના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, ‘આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં 2.3થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થઈ શકે છે, જ્યારે ગત વર્ષે 2.6થી 2.8 ડિગ્રીની આગાહી કરાઈ હતી. વૈશ્વિક નીતિઓના કારણે આ આંકડો 2.8 ડિગ્રીએ પહોંચી શકે છે. વર્ષ 2005માં પેરીસ સમજૂતીનો કરાર કરવામાં આવ્યો હતો. આમાં વૈશ્વિક હવામાનના સંકટને વહેલામાં વહેલી તકે પગલા ભરવા વિશ્વભરના દેશોને હાંકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દાયકામાં તાપમાન 1.5 ડિગ્રી સુધી મર્યાદિત રાખવાની પહેલ પણ કરવામાં આવી હતી.’

વિશ્વભરને ઉત્સર્જન ઘટાડવા પર ઝડપી કામ કરવું જરૂરી

પેરિસ કરારમાં 194 દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે, જેને ટાંકીને યુએનઈપીના કાર્યકારી નિદેશક ઈંગર એન્ડરસને કહ્યું કે, ‘કરાર હેઠળ વૈશ્વિક તાપમાન ઘટાડવા માટે ત્રણ તક મળી હતી, જોકે દર વખતે તે દેશો લક્ષ્ય ચૂકી ગયા છે. રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ આંશિક પ્રગતિ થઈ છે, પરંતુ ઝડપી કામ થયું નથી. તેથી આપણે અટક્યા વગર ઉત્સર્જન ઘટાડવા પર ઝડપી કામ કરવું પડશે.

આ પણ વાંચો : સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા

રિપોર્ટમાં વિશ્વભરને ચેતવણી

રિપોર્ટ ચેતવણી અપાઈ છે કે, જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, આગામી દાયકામાં વૈશ્વિક તાપમાન અસ્થાયી રૂપે 1.5 ડિગ્રીના લક્ષ્યને વટાવી જશે. આ પરિસ્થિતિ પૂર, દુષ્કાળ અને અતિશય હવામાન જેવી આપત્તિઓમાં વધારો કરશે. કરાર હેઠળ વધતા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું જરૂરી છે. જો 195 દેશો વર્તમાન વચન પૂરું કરે તો તાપમાન 2.3./2.5 ડિગ્રી સુધી રહેશે, જે આંશિક રાહતભર્યું પણ ખતરનાક છે. દેશોની વર્તમાન નીતિ પરથી લાગી રહ્યું છે કે, આગામી દાયકામાં તાપમાન 2.8 ડિગ્રી પર પહોંચી શકે છે.’

આ પણ વાંચો : આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ