World

'ક્રિમિનલ ટ્રમ્પ'ની હત્યા માટે ઈરાકી જૂથે 1 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
બગદાદમાં 'ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઇરાક' જૂથે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને $1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. જાન્યુઆરી 2020માં અમેરિકી હુમલામાં ઇરાનના સમર્થિત કમાન્ડર કાસીમ સુલેમાની અને અબુ-મહેદી અલ-મુહન્દીસની હત્યાનો બદલો લેવા આ જાહેરાત કરાઈ છે. જૂથે કુરાન ટાંકી અમેરિકી તંત્રને નૈતિક રીતે પતન પામેલું ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ક્રિમિનલ ટ્રમ્પ'ની હત્યા માટે ઈરાકી જૂથે 1 કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું

બગદાદ: 'ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઇરાક' નામક એક જૂથે દાવો કર્યો છે કે જે કોઈ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરે તેને ૧ કરોડ ડોલરનું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાત તે જૂથે તેની સાથે જોડાયેલી ચેનલ્સ ઉપર વહેતી મુકી છે. આ જૂથે તેમ પણ તે જાહેરાતમાં જણાવ્યું હતું કે ઈરાની પીઠબળવાળા વરિષ્ઠ ઈરાકી કમાન્ડર્સની અમેરિકાએ કરેલી હત્યાના બદલામાં તેનું વેર વાળવા આ પગલું લેવામાં આવ્યું છે.
આ ઈરાકી જૂથે પવિત્ર કુરાનને ટાંકતા જાહેરાતમાં લખ્યું- 'ઘણાં ગૌરવાન્વિત, ઘણા જ કૃપાળુ અલ્લાહને નામે અમે જણાવીએ છીએ કે તમારા માટે કાયદાને અનુસરવા સાથે કાયદેસર જ પ્રતિભાવ આપવો જ જોઈએ.' સમજદાર લોકો તે સમજે જ છે કે તેથી તમો સત્ય પથ પર ચાલનારા બની રહેશો.
આ જૂથે અમેરિકી તંત્રને નૈતિક રીતે અધઃપતન પામેલું કહ્યું હતું અને જાન્યુઆરી ૨૦૨૦માં અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા તે જૂથના ઈરાનના પીઠબળવાળા બંને કમાન્ડર્સ કાસીમ સુલેમાની અને અબુ-મહેદી અલ-મુહન્દીસની તે હત્યાનું વેર વાળવાના શપથ જાહેર કર્યા હતા.
તે જાહેરાતમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકી વહીવટીતંત્રનાં નૈતિક અધઃપતનની સાબિતી તે છે કે હવે અપરાધી ટ્રમ્પે હાજી કાસીમ, સુલેમાની અને હાજી અબુ મહેંદી અલ મુહન્દીસની હત્યા કરાવી પાછો અભિમાનથી ફરે છે. પરંતુ તે બંને શહીદો ઉપર અલ્લાહના આશિર્વાદ વરસી જ રહ્યા છે.
હવે ઇસ્લામીક રેઝીસ્ટન્સ ગુ્રપ ગૌરવ અને માન સાથે તેના અસ્તિત્વ સુધી તેની સામે લડતું રહેશે, તેમ પણ તે જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે.