તેલઅવીવ,૭ એપ્રિલ, ૨૦૨૬,મંગળવાર
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ (આઇઆરજીસી)એ ચેતવણી આપી છે કે જો અમેરિકા રેડલાઇનને પાર કરશે તો યુનાઇટેડ સ્ટેટ અને તેના સાથીઓને તેલ અને ગેસથી વંચિત કરી નાખીશું. અમેરિકાએ ઇરાક પર ભીષણ હુમલાની ધમકી આપી છે ત્યારે ઇરાન સરકારના ટેલિવિઝનમાં આ જાહેરાત કરવામાં આવી છે. ઇરાને અમેરિકાની આર્મીને આતંકી સેના ગણીને રેડ લાઇન પાર નહી કરવા જણાવાયું છે.
જો રેડ લાઇન પાર કરવામાં આવશે તો તેનો જવાબ ઇરાનની બહાર આપવામાં આવશે અર્થાત યુએસ અને તેના સાથીદારોને તેલ અને ગેસથી વંચિત રાખવા માટે માળખાગત સુવિધાઓને ઇરાન નિશાન બનાવશે. રિવોલ્યુશરી ગાર્ડને ટાંકીને ઇરાની ટીવી પર નિવેદન આપવામાં આવ્યું છે કે અમેરિકાના પ્રાદેશિક ભાગીદારોએ જાણવું જોઇએ કે આજ સુધી અમે સારા પાડોશી તરીકે સંયમ રાખ્યો છે અને બદલાની ભાવનાથી લક્ષ્યો પસંદ કર્યા નથી પરંતુ હવે હવે આ વાંધો દૂર થઇ શકે છે એમ 'ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ' ના એક અહેવાલમાં જણાવાયું છે.


