'ટ્રમ્પની હમાસ નિ:શસ્ત્રીકરણ યોજના નિષ્ફળ જ જવાની ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુંહતોડ જવાબ આપશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મધ્યપૂર્વ અને શાંતિને સૈકાઓથી કોઈ લેવાદેવા નથી
- 'અમે દુનિયાને વચન આપીએ છીએ કે ઇન્શાઅલ્લાહ આખરી ફત્તેહ તો ઝીનોઇસ્ટ ઉપર પેલેસ્ટાઇનીઓની જ થશે : IRGC
નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધતી જ રહી છે, ત્યારે ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સેની રવિવારે સાંજે ટ્રમ્પની હમાસ ડીસાર્ઝ તથા મધ્યસ્થીની દરખાસ્તને ફગાવી દેતાં કહ્યું હતું કે, તે યોજના નિષ્ફળ જ જવાની છે.
આ અંગે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં આઇ.આર.જી.સી.એ કહ્યું હતું કે, 'હમાસના પોલિટિકલ બ્યુરો ચીફ ઇસ્માઇલ હનીયેરની બે વર્ષ પૂર્વે તહેરાનમાં કરાયેલી હત્યાનો ઇરાન રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુંહતોડ જવાબ આપશે.' આ સાથે આ નિવેદનમાં આઇ.આર.જી.સી.એ કહ્યું હતું કે, 'હમાસ નિ:શસ્ત્રીકરણની ટ્રમ્પની યોજના નિષ્ફળ જ જવાની છે. વાસ્તવમાં તે ક્યારની ય નિષ્ફળ ગઈ છે.' આ સાથે ઇરાનના એ ક્રાંતિકારી જૂથે ખુલ્લેઆમ કહ્યું કે, અમે દુનિયાને તે વચન આપીએ છીએ કે ઇન્શાઅલ્લાહ આખરી ફતેહ તો ઝીનોઇસ્ટ ઉપર પેલેસ્ટાઇનીઓની જ થશે.
આ સાથે આઇઆરજીસીએ હનીયેરની હત્યાને જધન્ય અપરાધ સમાન કહેતા જણાવ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કાનૂનના સર-એ-આમ ભંગ સમાન છે તેમજ ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાનની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વ ઉપરના ખુલ્લા હુમલા સમાન છે.'
ઉલ્લેખનીય છે કે, ગાઝામાં કાયમી શાંતિ સ્થાપવા માટે પ્રમુખ ટ્રમ્પે મુકેલી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે, હમાસે શસ્ત્ર ત્યાગ કરવો અને પછી ઇઝરાયલની સેના પણ તે વિસ્તારમાંથી હટી જાય. પરંતુ હમાસને ઇઝરાયલ પર જરીકે વિશ્વાસ નથી કે તેઓ શસ્ત્રત્યાગ કરવા પણ તૈયાર નથી.
નિરીક્ષકોની સૌથી મોટી ચિંતા તો તે છે કે ઇઝરાયલ હમાસ યુદ્ધ પાછુ ફરી ભડકી રહ્યું છે તેમાં હવે ઇરાને હસ્તક્ષેપ શરૂ કર્યો છે. એવું લાગે છે કે, મધ્ય-પૂર્વને શાંતિ સાથે કોઈ સંબંધ જ નથી. ક્રુઝેડ્સ પણ યાદ કરતા નિરીક્ષકો કહે છે કે, 'મધ્યપૂર્વને સૈકાઓથી શાંતિ સાથે કોઈ લેવાદેવા જ નથી.'









