World

160 દિવસથી અમેરિકા-ઈઝરાયલને હંફાવનારા ઈરાનનો માસ્ટર પ્લાન, એક તીરથી બે નિશાન લગાવશે

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાન અમેરિકા-ઈઝરાયલના જહાજો માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. 160 દિવસના તણાવ વચ્ચે ઈરાનની સંસદીય સમિતિ આ અંગે કડક બિલ પર વિચારણા કરી રહી છે. નિયમભંગ કરનાર જહાજો પર કાર્ગોના 20% સુધી દંડ વસૂલવામાં આવશે. આ પગલાથી શત્રુ દેશોને આર્થિક ફટકો પડશે અને વૈશ્વિક વેપારને અસર થશે. ટ્રમ્પ આ જળમાર્ગ ખુલ્લો રાખવા મક્કમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

160 દિવસથી અમેરિકા-ઈઝરાયલને હંફાવનારા ઈરાનનો માસ્ટર પ્લાન, એક તીરથી બે નિશાન લગાવશે

Strait of Hormuz closure Iran US Israel conflict : ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 160 દિવસથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાન એવું આયોજન કરી રહ્યું છે જેનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પર ખૂબ મોટો પ્રભાવ પડી શકે છે. ઈરાનની સરકાર એક એવી વ્યુહાત્મક યોજના બનાવી રહી છે. જેની મદદથી અમેરિકા, ઇઝરાયલ અને અન્ય દુશ્મન દેશોના તમામ વ્યાપારી તથા લશ્કરી જહાજો માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો દરિયાઈ માર્ગ કાયમી અથવા અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવે, જેથી શત્રુ દેશોને આર્થિક રીતે મોટો ફટકો આપી શકાય અને વૈશ્વિક બજારમાં દબાણ ઊભું કરી શકાય.

સંસદીય સમિતિમાં પ્રસ્તાવિત કડક બિલ

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનની એક પ્રમુખ સંસદીય સમિતિ હાલમાં આ મામલે એક ડ્રાફ્ટ બિલની સઘન સમીક્ષા કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ પ્રતિબંધિત દેશનું જહાજ આ નિયમનો ભંગ કરીને આ જળમાર્ગમાંથી પસાર થશે, તો તેના પર જહાજમાં લાદેલા કુલ કાર્ગોની કિંમતનો 20 ટકા સુધીનો તગડો દંડ વસૂલવામાં આવશે. સંસદ દ્વારા આ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે દેશના વિશિષ્ટ કાનૂની અને દરિયાઈ વિશેષજ્ઞોની સલાહ લેવામાં આવી રહી છે. જે સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

યુદ્ધના 160 દિવસ અને અમેરિકી મુશ્કેલીઓ

આ યુદ્ધને શરૂ થયે લાંબો સમય વીતી ગયો છે, છતાં તેનો કોઈ રાજદ્વારી કે કાયમી ઉકેલ આવ્યો નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો દાવો કરતા હોય, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે આ લાંબી લડાઈના કારણે અમેરિકી સેના પાસે હથિયારો અને આવશ્યક સાધન-સામગ્રીની ભારી અછત વર્તાવા લાગી છે. આ જ મોટું કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા તરફથી ઈરાન વિરુદ્ધ કોઈ મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો નથી અને પરિસ્થિતિ સ્થિર છે.

ઓમાન સાથે વચગાળાનો સોદો અને ટ્રમ્પનું વલણ

વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ મેળવવા માટે ઈરાન અને ઓમાન વચ્ચે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહી છે. જેનાથી બંને દેશો વચ્ચે એક નવી સમજૂતી સ્થપાઈ રહી છે. બીજી તરફ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અડગ છે કે આ જળમાર્ગ તમામ દેશોના વેપાર માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેવો જોઈએ અને ત્યાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારની મનસ્વી રોક-ટોક કે ફી વસૂલવી જોઈએ નહીં. આ વૈશ્વિક ટ્રેડ રૂટ પર વર્ચસ્વની આ લડાઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.