World

ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાનનો પહેલો મોટો હુમલો, જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને હચમચાવ્યાં

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાટાઘાટોની તરફેણ છતાં, ઈરાનના IRGCએ જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર મિસાઈલ હુમલો કર્યો. CENTCOM મુજબ, મંગળવારે સાંજે 5:45 વાગ્યે છોડાયેલી તમામ મિસાઈલોને હવામાં જ રોકી દેવાઈ. આ હુમલામાં કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. આ એ જ બેઝ છે જ્યાં અગાઉ 2 અમેરિકન સૈનિકો શહીદ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાનનો પહેલો મોટો હુમલો, જોર્ડનમાં અમેરિકન ઠેકાણાઓને હચમચાવ્યાં

Iran attack on Jorden | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિ અને વાટાઘાટો માટે સૈન્ય હુમલા અટકાવવાના નિર્ણયના થોડા જ દિવસો બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જોર્ડન સ્થિત યુએસ સૈન્ય બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ની પ્રતિક્રિયા
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ ઘટનાને અચાનક કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. કમાન્ડ મુજબ, મંગળવારે સાંજે 5:45 વાગ્યે (ઈસ્ટર્ન ટાઈમ) છોડવામાં આવેલી તમામ મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ (રોકી) કરવામાં આવી છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી. નોંધનીય છે કે, આ એ જ જોર્ડન બેઝ છે જ્યાં ચાલુ મહિનાની શરૂઆતમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જેના જવાબમાં ટ્રમ્પે 13 રાતો સુધી સતત જવાબી હુમલા કર્યા હતા.

નેતન્યાહુ સાથેની મુલાકાત અને વાટાઘાટો વચ્ચે સંઘર્ષ
આ હુમલો વાશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી મહત્વપૂર્ણ બેઠકના થોડા જ કલાકો બાદ થયો છે. આ બેઠક એક દિવસ પહેલા જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સારી વાતચીત થઈ રહી છે અને કરારની શક્યતાઓ છે, પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા ફરી સૈન્ય કાર્યવાહી શરૂ કરશે.

રાતા સમુદ્રમાં હુથીઓ દ્વારા સાઉદી તેલ ટેન્કર પર મિસાઈલ હુમલો
બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ રાતા સમુદ્ર (Red Sea) માં સાઉદી અરેબિયાના એક તેલ ટેન્કર પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો છે. હૂતી પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું કે નાકેબંધીનું ઉલ્લંઘન કરવા બદલ ટેન્કરને નિશાન બનાવાયું હતું. બ્રિટનની દરિયાઈ એજન્સી UKMTO મુજબ, દક્ષિણી રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહેલા એક જહાજ નજીક વિસ્ફોટ થયો છે, પરંતુ જહાજ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.