World

અમેરિકાની એરસ્ટ્રાઇક બાદ ઈરાનનો ઘાતક પ્રહાર! જોર્ડનમાં મુખ્ય સૈન્ય બેઝ પર હુમલો, અનેક સૈનિકો ઘાયલ

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે રાત્રે ભીષણ હુમલા થયા. અમેરિકાએ દેખરેખ સાઇટ, મિલિટરી લોજિસ્ટિક્સ અને અંડરગ્રાઉન્ડ આર્મ્સ સ્ટોરેજ ફેસિલિટીને નિશાન બનાવ્યા. બીજી તરફ, ઈરાને જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથકો પર વળતો હુમલો કરતાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા. આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાની એરસ્ટ્રાઇક બાદ ઈરાનનો ઘાતક પ્રહાર! જોર્ડનમાં મુખ્ય સૈન્ય બેઝ પર હુમલો, અનેક સૈનિકો ઘાયલ
તસવીર સોર્સ: વાઈરલ/X

US Iran Conflict: અમેરિકા અને ઈરાને શુક્રવાર રાત્રે એકબીજા સૈન્ય મથકો પર ભીષણ હુમલા કર્યા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે શનિવારે વહેલી સવારે જણાવ્યું કે સતત સાતમી રાત્રે કરવામાં આવેલા હુમલામાં દેખરેખ સાઇટ, મિલિટરી લોજિસ્ટિક્સ અને અંડરગ્રાઉન્ડ આર્મ્સ સ્ટોરેજ ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી. બીજી તરફ ઈરાને પણ વળતો ઘાતક હુમલો કર્યો, જેમાં જૉર્ડનમાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે.

જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથકો પર ઈરાનનો હુમલો

ખાનગી ન્યૂઝને અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે આ અઠવાડિયે ઈરાને જોર્ડનમાં ઓછામાં ઓછા બે સૈન્ય મથકો પર હુમલો કર્યો જેમાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થઈ ગયા. જોકે આ હુમલાની વિગતો હજી સુધી આવી નથી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે શુક્રવારે દાવો કર્યો કે તેમણે મધ્ય પૂર્વમાં અમેરિકાના સૈન્ય મથકો પર નવા હુમલા કર્યા છે. IRGCએ સીરિયા, કુવૈત, ઓમાન, બહેરીન અને જોર્ડનમાં આવેલા મથકો પર હુમલાનો દાવો કર્યો છે.

હુમલામાં અમેરિકી સૈનિકો ઘાયલ થવાના અહેવાલ

અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમેરિકન સેના દ્વારા ઉપયોગમાં લેવાતા જોર્ડનના ઓછામાં ઓછા બે મથકો પર થયેલા હુમલામાં ઘણા અમેરિકન સૈનિકો ઘાયલ થયા. કોઈ સૈનિકના મોતની ખબર નથી, ઘાયલ સૈનિકોની સંખ્યા અને તેમની ઈજાઓની ગંભીરતા વિશે હજી સ્પષ્ટ માહિતી નથી.

સૈન્ય મથકોની ગુપ્તતા

અમેરિકન સંરક્ષણ વિભાગે હજી સુધી આ ઈજાઓની પુષ્ટિ કરી નથી અને ન તો આ અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા આપી છે. અમેરિકન લડાયક વિમાનો અવારનવાર જોર્ડનના સૈન્ય મથકો પરથી ઉડાન ભરે છે, પરંતુ અમેરિકા પોતાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ મથકોની માહિતી જાહેર કરતું નથી.

જોર્ડનમાં અમેરિકાની મુખ્ય સૈન્ય હાજરી

જોર્ડનમાં અમેરિકાની મુખ્ય સૈન્ય હાજરી મુવફ્ફાક સાલ્તી એર બેઝ(Muwaffaq Salti Air Base)માં છે જે રોયલ જોર્ડનિયન એર ફોર્સનું બેઝ છે પરંતુ અમેરિકાએ તેને ઘણું અપગ્રેડ અને વિસ્તૃત કર્યું છે. અહીં અમેરિકન ફાઇટર જેટ્સ, ડ્રોન્સ અને સપોર્ટ ફોર્સીસ તૈનાત રહે છે અને તાજેતરના સમયમાં તેનો ઈરાન પર સંભવિત કાર્યવાહીના હબ તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ સિવાય ટાવર 22 નામની એક નાની આઉટપોસ્ટ ઉત્તર પૂર્વી જોર્ડનમાં સીરિયા બોર્ડર પાસે છે. આ ઉપરાંત પ્રિન્સ હસન એર બેઝ, કિંગ ફૈઝલ એર બેઝ અને અન્ય કેટલીક ટ્રેનિંગ તથા બોર્ડર પોસ્ટ્સ પર પણ અમેરિકન સૈનિકો હાજર છે.

ઈરાનના નિશાના પર જોર્ડનના સૈન્ય મથકો

કુલ મળીને જોર્ડનમાં અમેરિકાના લગભગ ત્રણથી ચાર હજાર સૈનિકો તૈનાત છે. શનિવારે અને આ પહેલા ઈરાને જોર્ડનમાં અમેરિકા સાથે જોડાયેલા બે મથકો પર હુમલા કર્યા. જેમાં મુવફ્ફાક સાલ્તી એર બેઝ અને પ્રિન્સ હસન એર બેઝ (Prince Hassan Air Base) સામેલ છે.