Get The App

'કોણ છે ટ્રમ્પ જે અમારા રાષ્ટ્રને પરમાણુ અધિકારથી વંચિત રાખે?', ઈરાનના પ્રમુખનો હુંકાર

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
'કોણ છે ટ્રમ્પ જે અમારા રાષ્ટ્રને પરમાણુ અધિકારથી વંચિત રાખે?', ઈરાનના પ્રમુખનો હુંકાર 1 - image


Pezeshkian Slams Trump: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશકિયને તેમના દેશના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની માગના પ્રયાસોને યોગ્ય ઠેરવવાના મામલે પડકાર ફેંક્યો છે. આ સવાલ ઈરાની રાષ્ટ્ર પ્રમુખે કાયદાકીય રીતે ઉઠાવ્યો છે. પેઝેશકિયને તેને એક રીતે બાહ્ય દખલગીરી ગણાવી છે. અમેરિકા સતત ઈરાન પર પરમાણુ કાર્યક્રમ રોકવા માટે દબાણ કરી રહ્યું છે.

પરમાણુ કાર્યક્રમ કયા ગુના માટે રોકીએ, કોણ છે ટ્રમ્પ?

અલ જઝીરાના રિપોર્ટ મુજબ રાષ્ટ્ર પ્રમુખ પેઝેશકિયને ઈરાની સ્ટુડન્ટ ન્યૂઝ એજન્સીના હવાલેથી આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વોશિંગ્ટન પાસે ઈરાન પાસેથી તેના ટેકનોલોજીકલ અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી. રાષ્ટ્ર પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે આ મુદ્દે તણાવ બનેલો છે. રાષ્ટ્ર પ્રમુખે અમેરિકાના વહીવટીતંત્ર પર નિશાન સાધતા કહ્યું કે ટ્રમ્પ કહે છે કે ઈરાન તેના પરમાણુ અધિકારોનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓ એ નથી જણાવતા કે કયા ગુના માટે? તેઓ કોણ છે કોઈ દેશને તેના અધિકારોથી વંચિત રાખનારા?

તો ઈરાન પરમાણુ કાર્યક્રમ યથાવત રાખશે!

હવે એવું માનવામાં આવે છે કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સામે નમવા બિલકુલ તૈયાર નથી. સાથે જ ઈરાની નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું છે કે ન્યુક્લિયર માર્ગ તેમનો સાર્વભૌમ અધિકાર છે. બીજી તરફ, ટ્રમ્પે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને ખૂબ જ સારી વાતચીત ગણાવી છે. સાથે જ હોર્મુઝ અંગે કડક ચેતવણી પણ જાહેર કરી છે. 

આ પણ વાંચો: BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક

હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે નાજુક યુદ્ધવિરામ યથાવત છે. બંને દેશો વચ્ચે છેલ્લા 8 અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ હવે ખાડી દેશોમાં પણ ફેલાઈ ચૂક્યું છે. આ યુદ્ધવિરામની સમયમર્યાદા નજીક છે. બીજી તરફ ઈરાને હોર્મુઝ પર ફરીથી નાકાબંધી કરી દીધી છે.