World

આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે : યુદ્ધ છતાં એલાન કર્યું

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
સપ્ટેમ્બર 12-13ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી 'બ્રિક્સ' શિખર પરિષદમાં ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયન ભાગ લેવા ભારત આવશે. ભારત બ્રિક્સના અધ્યક્ષપદે હોવાથી આ આમંત્રણ અપાયું છે. અમેરિકા-ઇઝરાયલ સાથેના સંઘર્ષ વચ્ચે પણ તેમની આ મુલાકાત ભારત માટે ગર્વની વાત છે, જે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે : યુદ્ધ છતાં એલાન કર્યું
  • ભારત- ઇરાન વચ્ચેના સંબંધો નજીકના બની રહ્યા છે
  • સપ્ટેમ્બર 12-13 દરમિયાન યોજાનારી બ્રિક્સ શિખર પરિષદમાં ભાગ લેવા તેઓ ભારત આવવાના છે : આ વખતે ભારત Bricksના પ્રમુખપદે છે

નવી દિલ્હી : ઇરાનના પ્રમુખ મસૂદ પેજેસ્કીયન સપ્ટેમ્બર ૧૨- ૧૩ દરમિયાન અહીં યોજાનારી 'બ્રિક્સ' શિખર પરિષદમાં ભાગ લેવા આવવાના છે. આ શિખર- પરિષદનું ભારત માટે મહત્ત્વ તે કારણસર છે કે, આ વખતે ભારત બ્રિક્સના અધ્યક્ષપદે છે અને તેણે તે શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા પેઝેશ્કીયાનને આમંત્રણ આપ્યું હતું.
ઇરાનના પ્રમુખની ભારતની આ મુલાકાત અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે કે કારણ કે અમેરિકા- ઇઝરાયલ સામેના યુદ્ધ વચ્ચે પણ પેઝેશ્કીયાન ભારત આવવાના છે તે ભારત માટે ગર્વની બાબત છે.
પરિષદનો મુખ્ય વિષય (થીમ) સબળતા, સંશોધન, સહયોગ અને સસ્ટેનેબીલીટી માટે નિર્માણ તેમ રાખવામાં આવ્યો છે. ઇરાન ૨૦૨૫માં ઇજીપ્ત, ઇથોપિયા અને યુએઇની સામે બ્રિક્સનું સંપૂર્ણ સભ્ય બન્યું હતું. ૨૦૨૫માં ઇન્ડોનેશિયા પણ તેમાં સભ્યપદે લેવાતા બ્રિક્સના કુલ સભ્યની સંખ્યા અત્યારે ૧૧ની થઈ છે. આ પૂર્વે રશિયાના કાઝાનમાં પેજેશ્કીયાને વડાપ્રધાન મોદી સાથે સઘન મંત્રણાઓ કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો સાથે પ્રાદેશિક પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી.
પેઝેશ્કીયને કાઝાન પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે વૈશ્વિક પરિસ્થિતિમાં મોદીએ કરેલા પ્રદાનની પ્રશંસા કરી હતી
આ પૂર્વે ઇરાનના વિદેશ મંત્રીએ આ સંઘર્ષમાં ભારતની મધ્યસ્થતાની તરફેણ કરી હતી.