દુનિયાભરમાં ઈરાનનાં વિમાનો ઠપ્પ થઈ જશે, અમેરિકાએ તે માટે તારીખ પણ જાહેર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જે દેશના એરપોર્ટસ ઈરાનનાં વિમાનોને ઉતરવા દેશે કે તેમને ઇંધણ આપશે, તે દેશ અને તે કંપનીઓ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ડબલ ટેરિફ લગાડવાના છે
વોશિંગ્ટન (ડી.સી.) : ઈરાન અમેરિકા વચ્ચે તણાવ ઘટવાને બદલે રોજે રોજ વધતો રહે છે. એક તરફ બંને દેશો કહે છે કે, તેઓ યુધ્ધ બંધ કરવા માટે મંત્રણા કરવા માગે છે, બીજી તરફ તેવા એલાનો કરવામાં આવે છે કે જે યુધ્ધ વધુ ભડકાવનારા બની રહે તેમ છે.
ઈરાને મંત્રણા માટે અમેરિકા સમક્ષ જ્યારે સાત શર્તો મુકી તો ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠયા. બીજી તરફ અમેરિકાના વિત્ત મંત્રી સ્કોટ બેસેન્ટે એલાન કરી દીધું કે, એક સપ્તાહમાં જ દુનિયાભરમાં ઈરાનની વિમાન સેવાઓ ઠપ્પ થઇ જશે. તેના બધા જ વિમાનો ધૂળ ફાંકતાં થઈ જશે. કારણ કે જે દેશ ઈરાનનાં વિમાનોને ઉતારવાની સુવિધા આપશે તે દેશો ઉપર તેમજ તે સુવિધા આપનારી કંપનીઓ ઉપર અમેરિકા ડબલ ટેરિફ લગાડશે.
બેસેન્ટે વધુમાં જણાવ્યું કે, આથી દુનિયાભરમાં ઈરાનનાં વિમાનો ઠપ્પ થઇ જશે, કારણ કે કશેથી પણ તેમને ઇંધણ નહીં મળે, લેન્ડીંગ સર્વિસ પણ નહીં મળે. તેથી કોઇ ટિકીટ પણ નહીં વેચે. ટિકીટ વેચવા માટે ડોલર સિસ્ટીમનો ઉપયોગ નહીં થઇ શકે. આથી ૨૩મી ડિસેમ્બર સુધીમાં તો ઈરાની એરલાઇન્સ ઠપ્પ થઇ જશે.
તે સર્વવિદિત છે કે ઈરાન સામેનાં યુધ્ધમાં અમેરિકાને ઘણું નુકસાન થયું છે. નેપાળની જીડીપી જેટલો ખર્ચ થઇ ગયો છે. હવે તે એવા રસ્તા શોધે છે કે જેથી ઈરાનની કમર તૂટી જાય. બીજી તરફ ઈરાને હોર્મુઝ ઉપર કબજો બરોબર જમાવ્યો છે. જેથી દુનિયાભરમાં ઉપાધી થઈ છે. ઈરાનનાં રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઇઆરજીસીએ) કહી દીધું છે કે, અમેરિકા સાથેનાં લાંબા યુધ્ધ માટે તૈયાર છે. ઈરાનની અર્ધ સરકારી સમાચાર સંસ્થા મેહર-સમાચાર જણાવે છે કે, (આઇઆરજીસીના પ્રવકતા, હુસૈન મોહેબ્બીએ અમેરિકાના આ એલાનને શર્મજનક હાર સમાન કહ્યું છે. તેમણે કહ્યું હોર્મુઝ સ્ટ્રેઇટસ ખોલવાની તેમની અક્ષમતા સમગ્ર ક્ષેત્રમાં તેમના સૈન્યની અને જાસૂસી તંત્રની નિર્બળતા તથા ઈરાની સૈન્ય સામે, અમેરિકી સૈન્યની ટેકનિકલી નિષ્ફળતાનું તે એલાનથી પ્રદર્શન થાય છે. હવે તો ઈરાન નવી સલામતી વ્યવસ્થા ઊભી કરવા કાર્યરત બન્યું છે.
ટૂંકમાં અમેરિકા સામે ઈરાન પૂરી તૈયારીમાં છે.




