Get The App

ઇરાનની સુસાઇડ બોટનો ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો, એક ભારતીયનું મુત્યુ

ઘટનામાં ૨૭ ક્રુ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા

ટેન્કર જહાજ પર ઇરાકની જળહદમાં હુમલો થયો હતો

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનની સુસાઇડ બોટનો ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો, એક ભારતીયનું મુત્યુ 1 - image

ન્યૂયોર્ક, ૧૨ માર્ચ,૨૦૨૬,ગુરુવાર 

પશ્ચિમ એશિયામાં ઇરાન યુધ્ધ વિસ્તરતું જાય છે. મિસાઇલ, ડ્રોન અને એર સ્ટ્રાઇક પછી પ્રથમ વાર સુસાઇડ બોટનો ઉપયોગ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાકના ખોર અલ જુબૈર પોર્ટ પાસે અમેરિકાના ક્રુડ ઓઇલ ટેન્કર સેફસી વિષ્ણુને ઇરાનની સુસાઇડ બોટે ટાર્ગેટ કર્યુ હતું. માર્શલ આઇલેન્ડસના ધ્વજવાળા ટેન્કર જહાજ પર ઇરાકની જળહદમાં હુમલો થયો હતો. આ ઘટનામાં ૨૭ ક્રુ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા જયારે એકનું મુત્યુ થયું જે ભારતીય નાગરિક હોવાનું માનવામાં આવે છે. 

જહાજ નજીકના સુત્રોને ટાંકીને એક સમાચાર એજન્સીએ આપેલી માહિતી અનુસાર ક્રુ મેમ્બરના મુત્યુ અંગે સેફસી જહાજના સત્તાવાળાઓએ દુખ પ્રગટ કર્યુ છે એટલું જ નહી ભારત સરકારને હાઇ રિસ્ક ઝોનમાં નાવિકોની સુરક્ષા માટે નકકર પગલા ભરવાની અપીલ કરી હતી. દુનિયા ભરમાં સમુદ્રી કર્મચારીઓમાં ૧૫ ટકા ભારતીયો છે.આથી ભવિષ્યમાં થનારા હુમલાઓમાં ભારતીય નાગરિક કોલેટરલ ડેમેજ બની શકે છે. ઇરાનની સુસાઇડ બોટ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલા વેસલ ફાઇન્ડર સેફલી વિષ્ણુ ૨૦૦૭માં બનેલું એક ક્રુડ ઓઇલ ટેન્કર છે. આ જહાજ ૨૨૮.૬ મીટર લાંબુ અને ૩૨.૫૭ મીટર પહોળુ છે. માર્શલ આઇસલેન્ડના ઝંડા નીચે ચાલતું આ જહાજ ટેન્કરનું ગ્રોસ ટનેજ ૪૨૦૧૦ અને ડેડવેટ ટનેજ ૭૩૯૭૬ છે.