World

કોઈપણ સાહસિક પગલું ભરવા સામે ઇરાનની અમેરિકાને ચેતવણી કહ્યું : જડબાં તોડ જવાબ મળશે

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ, ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે કોઈપણ સાહસિક પગલાનો જડબાતોડ જવાબ મળશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરબના વિદેશમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીતમાં આ સંદેશ આપ્યો. ટ્રમ્પે ઈરાન સાથેની મંત્રણામાંથી વિશ્વાસ ગુમાવ્યાનું કહ્યું હતું. મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, જ્યાં અમેરિકી દળો ઈરાની મથકો પર હુમલા કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈપણ સાહસિક પગલું ભરવા સામે ઇરાનની અમેરિકાને ચેતવણી કહ્યું : જડબાં તોડ જવાબ મળશે

વૉશિંગ્ટન: કોઈપણ સાહસિક પગલું ભરવા સામે અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તેવું કોઈપણ પગલું ભરવામાં આવશે તો તેનો જડબાં તોડ જવાબ અપાશે. બીજી તરફ અમેરિકી દળોએ ઇરાનનાં મથકો ઉપર હુમલા ચાલુ જ રાખ્યા છે. તેલ પર તરતું મધ્ય પૂર્વ લગભગ સમગ્ર મધ્ય પૂર્વ ભડકે બળી રહ્યું છે.
મહત્ત્વની વાત તે છે કે પ્રમુખ ટ્રમ્પે જ શુક્રવારે કહ્યું હતું કે તેમને ઇરાન સાથેની મંત્રણામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. અનિવાર્ય લાગશે તો અમેરિકા ફરી પ્રચંડ હુમલા શરૂ કરશે.
પ્રમુખ ટ્રમ્પે કરેલા આ વિધાનો ઉપર ઇરાનનો ઘણો જ કઠોર પ્રતિભાવ આપ્યો છે.
ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઈપણ સાહસિક પગલું ભરતાં પહેલાં બેવાર વિચારજો. ઇરાન તેનો જડબાં તોડ જવાબ આપશે. તેઓએ આ વાત પાકિસ્તાનના લશ્કરી વડા. અસીર મુનીર, તુર્કીના વિદેશ મંત્રી હકન ફીદાન અને સઉદી અરબસ્તાનના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાનને ટેલીફોન પરની વાત દરમિયાન કરી હતી અને આ દ્વારા અમેરિકાને વિસેષતઃ પ્રમુખ ટ્રમ્પને પહોંચાડયો હતો.
સઉદી વિદેશ મંત્રી સાથેની ટેલીફોનિક ટોક દરમિયાન તેઓએ કહ્યું હતું કે અમેરિકા કે ઇઝરાયલ કે તેમના પ્રાદેશિક સાથીઓ (જેવા કે સઉદી અરબસ્તાન) આ યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે, તેઓને પણ ઇરાન તરફથી બરોબરનો સામનો, સમતોલ જવાબ અપાશે. સઉદી અમેરિકા, ઇઝરાયલ સાથે આ યુદ્ધમાં જોડાયું છે. પ્રિન્સ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ ઇબ્લ સલમાને પ્રમુખ ટ્રમ્પને યુદ્ધ ન વિસ્તારવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમના કહેવાથી જ ટ્રમ્પે ઇરાન પર પ્રચંડ હુમલા કરવાનું માંડી વાળ્યું.