World

ઈરાનના સૂર બદલાયા? તેલ અવિવમાં યુદ્ધ વિમાનો ઉતરતા જ કહ્યું- અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

By GS Team
18 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈઝરાઈલે ઈરાન પર ફરીથી હુમલો કરવાનું મન બનાવી લીધું છે. આ માટે બંને દેશો મળીને ખૂબ જ ખતરનાક તૈયારીઓ કરી રહ્યા છે. જર્મનીમાં તૈનાત અમેરિકી સૈન્ય બેઝ પરથી મોટા પ્રમાણમાં ગોળા-બારૂદ અને હથિયારો લઈને ડઝનબંધ અમેરિકી વિમાનો ઈઝરાઈલના તેલ અવીવમાં ઉતર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના સૂર બદલાયા? તેલ અવિવમાં યુદ્ધ વિમાનો ઉતરતા જ કહ્યું- અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

Iran-Israel Conflict : અમેરિકા અને ઈઝરાઈલે ઈરાન પર ફરીથી હુમલો કરવાનું મન બનાવી લીધું છે. આ માટે બંને દેશો મળીને ખૂબ જ ખતરનાક તૈયારીઓ કરી રહ્યા છે. જર્મનીમાં તૈનાત અમેરિકી સૈન્ય બેઝ પરથી મોટા પ્રમાણમાં ગોળા-બારૂદ અને હથિયારો લઈને ડઝનબંધ અમેરિકી વિમાનો ઈઝરાઈલના તેલ અવીવમાં ઉતર્યા છે.

ઈરાન એલર્ટ, સત્તાવાર નિવેદન જાહેર કર્યું

આ મહાયુદ્ધની તૈયારી લાગતા જ ઈરાન પણ એલર્ટ થઈ ગયું છે. તેણે ઉતાવળમાં યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કર્યું છે. ઈરાન તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે અમારું પૂરું ફોકસ આ યુદ્ધને સમાપ્ત કરવા પર છે.

પરમાણુ કાર્યક્રમને લઈ ઈરાનની સ્પષ્ટતા

આ સાથે જ ઈરાને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તે પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. ઈરાને જણાવ્યું છે કે અમે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિયમો અનુસાર પોતાના પરમાણુ અધિકારો બાબતે કોઈ પણ બાંધછોડ કરવાના નથી.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શેરબજારમાં 90 દિવસમાં 3700થી વધુ સોદા કર્યા! હવે થઈ શકે છે તપાસ

ટ્રમ્પની ઈરાનને ધમકી

ઈરાન અને અમેરિકા-ઈઝરાઈલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, સમય બહુ ઓછો બચ્યો છે. જો ઈરાન વહેલી તકે સમજૂતીના રસ્તે નહીં આવે તો તેની પાસે કંઈ જ બાકી નહીં રહે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાઈલી સેનાએ છેલ્લા 24 કલાકમાં ઈરાન પર ફરીથી હુમલો કરવાની પૂરી તૈયારીઓ દર્શાવી છે.

નહિતર કંઈપણ બચશે નહીં : ટ્રમ્પ

રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે, ‘ઈરાન માટે સમય હાથમાંથી નીકળી રહ્યો છે. તેમણે ઝડપથી આગળ વધવું જોઈએ, નહિતર કંઈપણ બચશે નહીં.’ આ ટિપ્પણી ઈરાની મીડિયામાં અમેરિકાની શરતોનો ખુલાસો થયાના ગણતરીના કલાકો બાદ આવી છે. બંને પક્ષો વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ શરતો એટલી કડક છે કે કોઈ પણ કરાર થવો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : ફરી યુદ્ધના એંધાણ? ઈરાનના નકશા પર અમેરિકાનો ઝંડો અને ટ્રમ્પે 'કિલ બટન' દબાવતી તસવીરો કરી પોસ્ટ

પહેલા ઈરાને પછી અમેરિકાએ મૂકી પાંચ શરતો

અમેરિકાની 5 શરતો

  • અમેરિકા કોઈપણ પ્રકારનું વળતર કે નુકસાન ભરપાઈ નહીં કરે
  • ઈરાને પોતાનું 400 કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
  • ઈરાનનું માત્ર એક જ પરમાણુ મથક એક્ટિવ રહેશે
  • ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે નહીં
  • તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરવી પડશે

ઈરાનની 5 શરતો

  • તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જોઈએ, ખાસ કરીને લેબનાનમાં
  • ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પડશે
  • ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવી પડશે
  • યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતર આપવું પડશે
  • હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે