World

સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો હુમલો, અમેરિકાના સૌથી એડવાન્સ વિમાનને ફૂંકી માર્યું

By GS TEAM
29 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જઇ રહ્યું છે ત્યારે અમેરિકા અને ઈઝરાયલમાં લોકો હવે ટ્રમ્પ અને નેતાન્યાહૂના વિરોધમાં માર્ગો પર ઊતરી આવ્યા છે અને ઈરાન પર જબરદસ્તી થોપી દેવાયેલા યુદ્ધનો અંત આણવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયલ અને અમેરિકાનું મોટાપાયે નુકસાન કર્યું છે. નેતન્યાહૂની જાળમાં ફસાઈને ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં 'NO KING' પ્રોટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો હુમલો, અમેરિકાના સૌથી એડવાન્સ વિમાનને ફૂંકી માર્યું

Iran vs Israel-USA War News | અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જઇ રહ્યું છે ત્યારે અમેરિકા અને ઈઝરાયલમાં લોકો હવે ટ્રમ્પ અને નેતાન્યાહૂના વિરોધમાં માર્ગો પર ઊતરી આવ્યા છે અને ઈરાન પર જબરદસ્તી થોપી દેવાયેલા યુદ્ધનો અંત આણવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયલ અને અમેરિકાનું મોટાપાયે નુકસાન કર્યું છે. નેતન્યાહૂની જાળમાં ફસાઈને ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં 'NO KING' પ્રોટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Iran vs Israel-USA War News LIVE UPDATES 

ઈરાનનો મોટો દાવો- અમે અમેરિકાનું AWACS નષ્ટ કર્યું

ઈરાને દાવો કર્યો છે કે, તેણે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર અમેરિકન AWACS એરક્રાફ્ટને નષ્ટ કરી નાખ્યું છે. ઈરના ન્યૂઝ એજન્સી તરફથી આ એરક્રાફ્ટને ટાર્ગેટ કરતી તસવીર જાહેર કરી છે. IRNAએ X પર પોસ્ટમાં લખ્યું કે, 'નષ્ટ થઈ ચૂકેલા અમેરિકન એરફોર્સ ડિફેન્સ સિસ્ટમ તરફથી જાહેર કરાયેલી તસવીરો જોવા મળી છે, જેમાં અમેરિકનો દ્વારા રજૂ કરાયેલી કહાનીઓ વિરૂદ્ધ તેની એર ડિફેન્સ સિસ્ટમ સૌથી મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા કરવામાં પણ અસમર્થ છે.'

સાઉદીમાં અમેરિકન સૈન્ય ઠેકાણે સાઉદીએ મચાવી તબાહી 

મિડલ ઈસ્ટમાં અમેરિકાની માલિકીની તમામ યુનિવર્સિટીઓ તાત્કાલિક ધોરણે ખાલી કરો : ઈરાનની ધમકી 

અમેરિકામાં NO KING પ્રોટેસ્ટ 

અમેરિકામાં ટ્રમ્પની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. ટ્રમ્પ વિરોધી દેખાવકારો માર્ગો પર ઊતરી આવ્યા છે. શિકાગોમાં હજારો લોકોએ ટ્રમ્પ વિરોધી નારેબાજી સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આણવાની માગ કરી હતી. 

તેલ અવીવમાં નેતન્યાહુ વિરુદ્ધ દેખાવ 

બીજી બાજુ ઈઝરાયલમાં પીએમ નેતન્યાહુ વિરુદ્ધ મોટાપાયે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે દેખાવકારોને કચડી નાખવા માટે ઈઝરાયલી સેના અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દેખાવકારોની માગ હતી કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવે. 

અમેરિકન સેનેટરનો ચોંકાવનારો ખુલાસો 

અમેરિકાના સેનેટર બર્ની સેન્ડર્સે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલી સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 498 સ્કૂલો પર બોમ્બમારો કર્યો છે. જેમાં ઘણાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે અમેરિકા દ્વારા ઈઝરાયલ સાથે કરાયેલી મોટી હથિયારોની ડીલને પણ રોકવાની માગ કરી હતી. 

લંડનમાં પણ દેખાવકારો માર્ગો પર ઊતર્યા 

અમેરિકા અને ઈઝરાયલ બાદ હવે વિશ્વભરમાં યુદ્ધના પડઘા પડી રહ્યા છે. બ્રિટનના લંડનમાં પણ દેખાવકારો માર્ગો પર આવી ગયા હતા. તેમણે ઈરાનના લોકો સાથે એકજૂટતા દર્શાવતા અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓની આકરી ટીકા કરી હતી. 

પેરિસમાં પણ ઈરાનનું સર્મથન 

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર કરાયેલા હુમલાઓની આકરી ટીકા કરતાં પેરિસમાં પણ દેખાવકારો માર્ગો પર ઊતરી આવ્યા હતા અને ટ્રમ્પ તથા નેતન્યાહૂ વિરુદ્ધ નારેબાજી કરી હતી. 

ઈરાનના બગદાદ અને ઈરબિલમાં અનેક અમેરિકન ઠેકાણે હુમલા