World

ઇરાન-અમેરિકા યુદ્ધ : પાકિસ્તાનને ટ્રમ્પનો જોરદાર આંચકો : મધ્યસ્થી પદેથી દૂર કર્યું

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને મધ્યસ્થી પદેથી હટાવી ઈરાન સાથે સીધી વાતચીતની તૈયારી બતાવી છે. જોકે, ઈરાને મંત્રણા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ટ્રમ્પે ઈરાનના સર્વેસર્વા ખામેનીને સંદેશ પાઠવી મંત્રણા અથવા તબાહી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. પાકિસ્તાન પર વિશ્વાસ ન હોવાથી અમેરિકા અને ઈરાન બંનેએ તેની મધ્યસ્થી ફગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન-અમેરિકા યુદ્ધ : પાકિસ્તાનને ટ્રમ્પનો જોરદાર આંચકો : મધ્યસ્થી પદેથી દૂર કર્યું
  • બંને દેશો વચ્ચે સીઝ ફાયર તો ક્યારનો તૂટી ગયો છે છતાં ટ્રમ્પ ઇરાન સાથે મંત્રણા માટે તૈયાર છે મધ્યસ્થી સિવાય

નવી દિલ્હી : મધ્યપૂર્વ જંગમાં અમેરિકા અને ઇરાન વચ્ચે મધ્યસ્થી બનનારાં પાકિસ્તાનને અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે અસ્વીકાર્ય ગણી, મધ્યસ્થી પદેથી દૂર કર્યા છે. આ યુદ્ધમાં પાકિસ્તાનને મધ્યસ્થી પદ અપાયું તેથી વિશ્લેષકોને આશ્ચર્ય થયું હતું. તો બીજી તરફ કેટલાક તેમ પણ કહેતા હતા કે પાકિસ્તાનને આ રીતે મહત્વ આપી તેને ચીનથી દૂર કરવાની ટ્રમ્પની ગણતરી હોઈ શકે. પરંતુ પાકિસ્તાન તેનાં નવા શેઠ થી દૂર થતું નથી. ઉલટાનું તેનાં યુદ્ધ વિમાનો ખરીદે છે. આથી ગુસ્સે થયેલા ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી દઈ ઇરાન સાથે સીધી મંત્રણા કરવાની તૈયારી દર્શાવી છે. તે સામે ઇરાને કઠોર વલણ લેતાં કહી દીધું છે કે તે મંત્રણા માટે તૈયાર જ નથી. તેના ટોચના નેતાઓએ તો તેમ કહ્યું હતું કે, મંત્રણાની અમને ખબર જ નથી. અમારા કોઈ પ્રતિનિધિ મંત્રણા માટે જવાના નથી કે કોઈ પ્રતિનિધિને મંત્રણા માટે આવવા દેવાતા પણ નથી.
આવા અસામાન્ય લોગ જામ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના સર્વેસર્વા મેજતબા ખામેનીને સંદેશો પાઠવી દીધો છે કે કાંતો મંત્રણા માટે આવો, નહીં તો પહેલાં કદીએ ન જોઈ હોય તેવી તબાહી માટે તૈયાર રહો. આ ધમકી સામે ઇરાન પણ તેટલું જ કટ્ટર ઊભું રહ્યું છે. આ પરિસ્થિતિમાં મંત્રણા સંભવિત જ નથી.
મધ્યસ્થીની વાત લઇએ તો ઇરાનને પણ પાકિસ્તાન ઉપર વિશ્વાસ નથી તે માને છે કે અમેરિકા પાસેથી કરોડો ડૉલર લેનારૃં પાકિસ્તાન તટસ્થ રહી જ ન શકે તે અમેરિકા તરફ જ ઢળે. જ્યારે અમેરિકી વહીવટી તંત્ર સ્પષ્ટ માને છે કે ચીન તરફથી ઇરાનને અઢળક શસ્ત્રો મળે છે. તે પહેલાં પાકિસ્તાનને આપે છે અને પાકિસ્તાન ઇરાનને આપે છે. વળી પાકિસ્તાન હવે તો સ્પષ્ટ રીતે ચીન તરફ ઢળતું જાય છે. આ સંયોગોમાં પાકિસ્તાન ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. તેથી તેની મધ્યસ્થી સ્વીકાર્ય નથી. આમ, એક તરફ ખાવા દાણો ન હોવા છતાં ચૌધરી બનવા આવેલું પાકિસ્તાન નથી ઘરનું કે નથી ઘાટનું. નથી ઇરાન તેનો વિશ્વાસ કરતું કે નથી અમેરિકા તેનો વિશ્વાસ કરતું. મધ્યસ્થી બનવાની તેની હવા નીકળી ગઈ છે.