Get The App

સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું 1 - image


 AI IMAGE

Iran America War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ પેદા થઈ છે. શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ રદ થયા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ઈરાને હોર્મુઝની ખાડી પાસે એક મોટા કન્ટેનર જહાજને નિશાન બનાવીને હુમલો કર્યો છે.

ઓમાન નજીક સમુદ્રમાં મચ્યો હંગામો

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની ગનબોટ્સે જહાજને ઘેરી લીધું અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે જહાજ પરના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ તેલ ગળતર કે પર્યાવરણીય નુકસાન થયું નથી.

IRGC ની ખુલ્લી ધમકી જ્યાં કહીશું ત્યાં હુમલો કરીશું

ઈરાનના IRGC એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૌસવીએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, જો દુશ્મન યુદ્ધવિરામ બાદ ઈરાન વિરુદ્ધ કોઈ પણ આક્રમક કાર્યવાહી કરશે અથવા હદ પાર કરશે, તો IRGC ત્યાં હુમલો કરશે જ્યાં જનતા ઈચ્છશે.

આ પણ વાંચો :વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો

ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ગણાવી ચાલ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયર લંબાવવાની જાહેરાતને ઈરાને ફગાવી દીધી છે. ઈરાની સંસદના સ્પીકરના સલાહકારે તેને સરપ્રાઈઝ એટેક કરવાની એક યુક્તિ ગણાવી છે. ઈરાનનું માનવું છે કે, અમેરિકા આ પ્રસ્તાવ દ્વારા વધુ મોટા લશ્કરી હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઈરાની નેતાઓએ અમેરિકી નાકાબંધી સામે સૈન્ય જવાબ આપવાની પણ માંગ કરી છે.

શા માટે મહત્વનું છે હોર્મુઝની ખાડી?

હોર્મુઝની ખાડી વિશ્વના તેલના પુરવઠા માટે જીવનરેખા સમાન છે. ઈરાન દ્વારા અહીં વારંવાર જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓએ વૈશ્વિક બજાર અને સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે.