World

ઈરાને અમેરિકા સામે મૂકી બે શરત, ટ્રમ્પ બોલ્યા અમારાં હથિયારો લોડ થઈ રહ્યાં છે

By GS TEAM
10 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાની સંસદના અધ્યક્ષે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બે શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત શક્ય નથી. લેબનાનમાં સીઝફાયરની શરત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને અમેરિકા સામે મૂકી બે શરત, ટ્રમ્પ બોલ્યા અમારાં હથિયારો લોડ થઈ રહ્યાં છે

US Iran Peace Talks in Pakistan: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈસ્લામાબાદમાં શનિવારે યોજાનારી શાંતિ વાર્તા અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાઈ ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાર્તા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબફના નિવેદને આખી બાજી પલટી નાખી છે.

ઈરાનની બે મોટી શરતો

ઈરાની સંસદના અધ્યક્ષે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બે શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત શક્ય નથી. લેબનાનમાં સીઝફાયરની શરત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે દુનિયાના વિવિધ દેશોમાં અટવાયેલા ઈરાનના અબજો ડોલરના ફંડને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિનથી કંટાળી ગયો...: યુકેના PMનું વિસ્ફોટક નિવેદન, કહ્યું- હવે અમે અલગ રસ્તો અપનાવીશું

ટ્રમ્પની યુદ્ધ જહાજો સજ્જ કરવાની ચેતવણી

ઈરાનના કડક વલણ સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપી છે. ધ પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે, જો પાકિસ્તાનમાં યોજાનારી વાર્તા નિષ્ફળ જશે, તો અમેરિકા ફરી હુમલા શરૂ કરશે. અમેરિકી યુદ્ધ જહાજોમાં દુનિયાના અત્યાધુનિક અને સર્વશ્રેષ્ઠ હથિયારો ફરીથી લોડ કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે આડકતરી રીતે કહ્યું કે, અમે અગાઉ પણ તેમને તબાહ કર્યા હતા અને આ વખતે અમારી પાસે તેનાથી પણ શ્રેષ્ઠ હથિયારો છે.

જેડી વેન્સ ઈસ્લામાબાદ રવાના

અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જેડી વેન્સે કહ્યું કે, જો ઈરાન ઈમાનદારીથી વાત કરશે તો જ અમેરિકા તૈયાર છે. જો તે કોઈ રમત રમવાની કોશિશ કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આગામી 24 કલાકમાં સ્પષ્ટ થઈ જશે કે દુનિયા શાંતિ તરફ આગળ વધશે કે ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળશે.