World

અમેરિકા સાથે દુશ્મનાવટ વચ્ચે ઈરાન પર નવી મુસીબત! ભારતના મિત્ર દેશે તમામ આર્થિક સંબંધો તોડ્યા

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે UAEએ ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કર્યા છે. UAE વિદેશ મંત્રાલયે આ નિર્ણય પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને લીધો. UAEએ ઈરાન પર 2 બેલિસ્ટિક મિસાઈલ છોડવાનો આરોપ લગાવ્યો, જોકે ઈરાને આ વાત નકારી. આ નિર્ણય પહેલા નાગરિકોને 'સંભવિત મિસાઈલ ખતરા'નું એલર્ટ પણ મળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા સાથે દુશ્મનાવટ વચ્ચે ઈરાન પર નવી મુસીબત! ભારતના મિત્ર દેશે તમામ આર્થિક સંબંધો તોડ્યા

UAE Suspends All Trade with Iran | મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સૈન્ય તણાવ વચ્ચે હવે ભારતમાં ગાઢ મિત્ર દેશ યુએઈએ મોટો નિર્ણય લીધો છે. UAE એ મંગળવારે સત્તાવાર જાહેરાત કરીને ઈરાન સાથેના તમામ પ્રકારના વેપાર, વાણિજ્યિક આદાનપ્રદાન અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા છે.

યુએઈએ ઈરાન સાથેના તમામ આર્થિક સંબંધો તોડ્યા

આ નિર્ણય અંગે માહિતી આપતા UAE વિદેશ મંત્રાલયના સંચાર વિભાગના ડાયરેક્ટર આફ્રા અલ હમેલીએ જણાવ્યું હતું, કે પ્રાદેશિક તણાવ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને… ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક વિનિમય અને નાણાકીય વ્યવહારો આગળની સૂચના ન મળે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યા છે.

નાગરિકો માટે ઈમરજન્સી ફોન એલર્ટ

વેપાર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની જાહેરાતના લગભગ બે કલાક પહેલાં UAEના નાગરિકોના મોબાઈલ ફોન પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ એલર્ટમાં 'સંભવિત મિસાઈલ ખતરા' અંગે ચેતવણી આપવામાં આવી હતી.

યુએઈનો દાવો- ઈરાને મિસાઈલ હુમલો કર્યો
UAE એ દાવો કર્યો છે કે ઈરાને ગલ્ફમાં જહાજો અને નેવિગેશનને નિશાન બનાવીને બે બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું, UAE એર ડિફેન્સે ઈરાન તરફથી દેશ તરફ છોડાયેલી બે બેલિસ્ટિક મિસાઈલો શોધી કાઢી હતી. જેમાંથી પહેલી મિસાઈલ દેશના પ્રાદેશિક જળસીમાની બહાર પડી હતી, જ્યારે બીજી મિસાઈલ પ્રાદેશિક જળસીમાની અંદર પડી હતી.

અમે કોઈ હુમલો કર્યો જ નથી: ઈરાનનો જવાબ

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઇએ આ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો કે, સંયુક્ત આરબ અમીરાતનો એ દાવો કે ઈરાને તે દેશ તરફ મિસાઈલ છોડી છે, તેને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. આવા આરોપો પ્રાદેશિક વિશ્વાસ અને સુરક્ષાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.