World

પિતાના હાથને ચીરતી ગોળી 7 મહિનાના માસૂમને વાગતા મોત...' ઈઝરાયલી સૈનિકની ક્રૂરતાથી દુનિયા હચમચી

By GS Team
7 Jun 20262 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે અને વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ હોર્મુઝ (Strait of Hormuz) માં અમેરિકા અને ઇરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે, તો બીજી તરફ વેસ્ટ બેંક વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક નિર્દોષ પેલેસ્ટિની બાળકનું મોત થતાં નવો આંતરરાષ્ટ્રીય વિવાદ ઊભો થયો છે. આ દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પણ સ્થિતિની સમીક્ષા માટે તેહરાન પહોંચ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાના હાથને ચીરતી ગોળી 7 મહિનાના માસૂમને વાગતા મોત...' ઈઝરાયલી સૈનિકની ક્રૂરતાથી દુનિયા હચમચી

પ્રતિકાત્મક તસવીર 



Iran US War Live: મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ સતત વણસી રહી છે અને વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ હોર્મુઝ (Strait of Hormuz) માં અમેરિકા અને ઇરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે, તો બીજી તરફ વેસ્ટ બેંક વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક નિર્દોષ પેલેસ્ટિની બાળકનું મોત થતાં નવો આંતરરાષ્ટ્રીય વિવાદ ઊભો થયો છે. આ દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પણ સ્થિતિની સમીક્ષા માટે તેહરાન પહોંચ્યા છે.

ઇઝરાયલી ફાયરિંગમાં 7 મહિનાના બાળકનું મોત

બીજી તરફ, ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બેંકના હેબ્રોન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇઝરાયલી સૈનિકોએ એક કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં કારમાં સવાર 7 મહિનાના પેલેસ્ટિની બાળક ‘સામ ફહદ અબુ હૈકલ’ નું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું.

બાળકના પિતા ફહદ અબુ હૈકલે ઇઝરાયલી અખબાર ‘હારેત્ઝ’ ને જણાવ્યું કે, "સૈનિકોએ ગાડી રોકવાનો આદેશ આપ્યો હતો અને મેં ગાડી રોકી પણ દીધી હતી. દિવસનો પ્રકાશ હતો અને ગાડીના કાચ પણ કાળા નહોતા, જેથી સૈનિકો મને, મારી પત્ની અને બાળકોને સાફ જોઈ શકતા હતા. છતાં માત્ર 10 મીટરના અંતરેથી સૈનિકે સીધું ફાયરિંગ શરૂ કર્યું. ગોળી મારો હાથ ચીરીને મારા માસૂમ દીકરાને વાગી ગઈ." પીડિત પરિવારે જવાબદાર સૈનિક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઇઝરાયલી સેના (IDF) ની સફાઈ

આ ઘટના અંગે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સફાઈ આપતા જણાવ્યું છે કે, સૈનિકોને એવો ભ્રમ થયો હતો કે વાહન તેમની તરફ શંકાસ્પદ રીતે ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે બચાવમાં એક સૈનિકે ગોળી ચલાવી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વાહનમાં સવાર લોકો સામાન્ય નાગરિકો જ હતા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ નહોતા. આ હુમલામાં ત્રણ પેલેસ્ટિનીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડાયા છે. ઇઝરાયલી સેનાએ આ દુર્ઘટના પર ‘ઊંડું દુઃખ’ વ્યક્ત કર્યું છે અને આખા મામલાની આંતરિક સમીક્ષા શરૂ કરી છે.

હોર્મુઝની ખાડીમાં અમેરિકાની મોટી કાર્યવાહી

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા રવિવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકન સૈન્ય દળોએ ઇરાનના બે ‘વન-વે એટેક ડ્રોન’ (આત્મઘાતી ડ્રોન) ને હવામાં જ તોડી પાડ્યા છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, આ ડ્રોન હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહનો અને વેપારી જહાજોની સલામતી માટે મોટો ખતરો ઉભો કરી રહ્યા હતા. સેન્ટકોમે ઉમેર્યું હતું કે ક્ષેત્રમાં રહેલા તમામ અમેરિકન સૈનિકો કોઈપણ નવા જોખમનો સામનો કરવા માટે ‘હાઈ એલર્ટ’ પર છે.